Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં UCC Bill પાસ : લગ્ન-લિવઇનમાં સમાન કાયદો, લઘુમતી સમાજને છૂટછાટ

ગુજરાતમાં UCC Bill પાસ : લગ્ન-લિવઇનમાં સમાન કાયદો, લઘુમતી સમાજને છૂટછાટ

gujaratex@gmail.com March 25, 2026
BABA (12)

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં લાંબી ચર્ચા અને તીવ્ર વિવાદ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ (UCC Bill) બિલ 2026 પાસ થઈ ગયું છે. આ સાથે ગુજરાત ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય બન્યું છે જ્યાં તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વ્યક્તિગત કાયદાઓમાં સમાનતા લાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે આ બિલને 24 માર્ચ 2026ના રોજ વિધાનસભામાં રજૂ કર્યું હતું અને માત્ર એક જ દિવસની ચર્ચા પછી તેને પાસ કરવામાં આવ્યું છે. બિલને ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ તરીકે ઓળખવામાં આવ્યું છે.

UCC Bill બિલના મુખ્ય અંશો

Join Our WhatsApp Group

લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત: હવે કોઈ પણ લગ્ન અથવા છૂટાછેડાની નોંધણી કરાવવી અનિવાર્ય છે. કોર્ટની માન્યતા વગર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર વ્યક્તિ સજાને પાત્ર રહેશે.

લિવ-ઇન રિલેશનશિપ: લિવ-ઇનમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે. આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે. આવા સંબંધમાંથી જન્મેલા બાળકોને પૂર્ણ કાનૂની સુરક્ષા અને માન્યતા મળશે.

વારસાઈ અને સંપત્તિ વહેંચણ: તમામ ધર્મમાં સમાન કાયદો લાગુ થશે.

બહુપત્નીત્વ પર પ્રતિબંધ: પોલિગેમીને સંપૂર્ણપણે અમાન્ય ગણવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.

સમાન નાગરિક સંહિતાના અમલના લીધે…

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 24, 2026

લઘુમતી સમાજને છૂટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં વિશેષ છૂટ આપવામાં આવી છે. આ સાથે અનુસૂચિત જનજાતિ (ST) અને અમુક રૂઢિગત અધિકારો ધરાવતા જૂથોને પણ બિલના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

વિરોધ અને કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ બિલની તીવ્ર વિરોધ કરતાં કહ્યું કે, “સમિતિએ 45 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેને 1 વર્ષ લાગ્યો. સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ નહોતું. 17 માર્ચે રિપોર્ટ આવ્યો અને 24 માર્ચે જ બિલ લાવી દેવામાં આવ્યું. આ ઉતાવળ સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.” તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે UCCનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને OBC અનામતના ઝેવરી કમિશનનો રિપોર્ટ પણ હજુ સુધી જાહેર નથી.

સમિતિ અને તૈયારી

આ બિલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ તૈયાર કર્યું છે. સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને 17 માર્ચ 2026ના રોજ વિસ્તૃત અહેવાલ સરકારને સોંપ્યો હતો.

આર્થિક અને સામાજિક અસર

આ બિલથી વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા આવશે, મહિલાઓને વારસાઈ અને છૂટાછેડામાં વધુ સુરક્ષા મળશે અને છેતરપિંડી ઘટશે. તેમ છતાં વિરોધીઓ કહે છે કે આ ઉતાવળે લાવવામાં આવેલું બિલ સાંસ્કૃતિક વિવિધતા પર અસર કરી શકે છે. હવે આ બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી તે અમલમાં આવશે. ગુજરાતમાં આ બિલને લઈને સમાજમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો – યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ કોલ : મોદી અને ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અને શાંતિ પર કરી વાત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ કોલ : મોદી અને ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અને શાંતિ પર કરી વાત
Next: સી એન્ડ ફોરવર્ડનો ખતરો : સંવાદનો સંકટ, માહિતી નહીં વિશ્વાસની લડત

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.