Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • માવઠાથી ખેડૂતોને ફરી નુકસાનની આશંકા: ગુજરાતમાં 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં મેઘો ધોધમાર

માવઠાથી ખેડૂતોને ફરી નુકસાનની આશંકા: ગુજરાતમાં 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં મેઘો ધોધમાર

gujaratex@gmail.com April 3, 2026
BABA (80)

ગુજરાતમાં ઉનાળાની તપતી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગરમીથી તો રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે કેમ કે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોને ફરી એક વાર માવઠાનું નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ પણ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના બાકી 19 જિલ્લાઓમાં યેલો એલર્ટ છે, જ્યાં હળવો વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા સાથે તેજ પવનની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ

Join Our WhatsApp Group

અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ

યેલો એલર્ટવાળા મુખ્ય જિલ્લાઓ

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર વગેરે. (સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ પણ સામેલ)

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક અને ખુલ્લામાં રાખેલા અનાજને સૌથી વધુ જોખમ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ઘઉં, જીરું, રાયડો કે અન્ય રવિ પાકોની કાપણી ચાલી રહી છે અથવા અનાજ સૂકવવા માટે ખુલ્લામાં મૂકવામાં આવ્યું છે, ત્યાં ભારે નુકસાન થવાની આશંકા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માવઠાએ ખેડૂતોને વારંવાર આર્થિક ફટકો પહોંચાડ્યો છે અને આ વખતે પણ તેની પુનરાવર્તન થવાની ચિંતા વ્યાપી છે.

નિષ્ણાતોના મતે, રાજસ્થાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે આ અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જે ગરમીમાં આંશિક રાહત આપશે, પરંતુ ખેતી માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સલાહ અને સાવધાની

ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લામાં રાખેલા અનાજ અને તૈયાર પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લે.
વીજળી પડવાની શક્યતા હોય ત્યારે ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ન ઊભા રહેવું.
તેજ પવનમાં જૂના મકાનો અને નબળા હોર્ડિંગ્સથી દૂર રહેવું.

આ હવામાની અસર આગામી 24થી 48 કલાક સુધી રહી શકે છે, ત્યારબાદ ફરી ગરમી વધવાની સંભાવના છે.

આ પણ વાંચો – NA પ્રક્રિયા ઝડપી બનશે : ગુજરાતમાં ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: NA પ્રક્રિયા ઝડપી બનશે : ગુજરાતમાં ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારા
Next: 6 લાખ બેરલ ઈરાની ક્રૂડ ઓઈલ લઈને ગુજરાત આવતું જહાજ અચાનક ચીન તરફ વળી ગયું

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.