Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે

સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T225016.234

સાળંગપુર ધામમાં ભક્તિ અને સેવાનો અલૌકિક સંગમ જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના 31મા જન્મદિવસના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આંગણે ₹10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.

આ અવસરે અંબાણી પરિવારે સાળંગપુર ધામમાં અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનું કુલ અંદાજિત ખર્ચ ₹15 કરોડ છે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ

Join Our WhatsApp Group

આ ગૌશાળા સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં બનાવવામાં આવી રહી છે. વિશ્વની પ્રસિદ્ધ સ્વીડિશ કંપની DeLaval (130 વર્ષ જૂની)ની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયો છે. આ ગૌશાળામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. અંબાણી પરિવાર આ ગૌશાળાને ‘અવિસ્મરણીય સંભારણું’ તરીકે વિકસાવવા માંગે છે.

કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના આશીર્વાદ

સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીએ આ અવસરે આશીર્વાદ આપતાં કહ્યું કે, “દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે.”

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુતિયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ અને સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

આ પણ વાંચો – અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુરેન્દ્રનગર : મામલતદાર કચેરીના આઉટસોર્સ પ્યુન અને નાયબ મામલતદાર 20 હજારની લાંચ લેતા ઝડપાયા
Next: હાઈકોર્ટની સરકારને ફટકાર : આશ્રમ શાળાઓને રહેણાંક શાળા બનાવો, IAS-IPS બનાવવા માટે કામ કરો

Related News

BABA - 2026-04-17T095635.084

અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

gujaratex@gmail.com April 17, 2026
1

અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

gujaratex@gmail.com April 16, 2026
Rain_SKT (1)

ગુજરાતમાં 18 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં, પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.