Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • હાઈકોર્ટની સરકારને ફટકાર : આશ્રમ શાળાઓને રહેણાંક શાળા બનાવો, IAS-IPS બનાવવા માટે કામ કરો

હાઈકોર્ટની સરકારને ફટકાર : આશ્રમ શાળાઓને રહેણાંક શાળા બનાવો, IAS-IPS બનાવવા માટે કામ કરો

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T230748.721

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યભરની આશ્રમ શાળાઓની ખરાબ સ્થિતિ અને વ્યવસ્થાપન અંગે મહત્ત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે સરકારની કામગીરી પર સીધા સવાલો કરતાં કહ્યું કે, “તમે આશ્રમ શાળાઓ માટે અલગ અને ચોક્કસ નિયમો કેમ નથી ઘડતા? નિયમો હશે તો જ તમામ શાળાઓ તેનું પાલન કરશે.”

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી ન રાખવી જોઈએ, પરંતુ તેને સુવિધા સજ્જ રહેણાંક શાળા (રેસિડેન્શિયલ સ્કૂલ) બનાવવી જોઈએ. કોર્ટે સરકારને અરીસો બતાવતાં કહ્યું કે, “તમે ત્યારે જ સફળ ગણાશો જ્યારે પછાત વિસ્તારનો કોઈ વિદ્યાર્થી ભણી-ગણીને IAS અથવા IPS અધિકારી બને.”

કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો સરકાર આ શાળાઓ પર નિયંત્રણ રાખવા માંગે છે તો વિદ્યાર્થીઓને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને પૂરતું પોષણ આપવાની જવાબદારી પણ સરકારની જ છે.

Join Our WhatsApp Group

અરજદાર તરફની રજૂઆત

સિનિયર એડવોકેટે કોર્ટ સમક્ષ પાયાની મુશ્કેલીઓ રજૂ કરી. તેમણે જણાવ્યું કે, આશ્રમ શાળાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષક સ્ટાફની ભારે અછત છે. વર્ષોથી આ શાળાઓનું કોઈ યોગ્ય નિરીક્ષણ થતું નથી. વિદ્યાર્થીઓને પૂરતું મધ્યાહન ભોજન પણ નથી મળતું.

એડવોકેટે કહ્યું, “જો છેવાડાના વિસ્તારના બાળકોને પોષ્ટિક ભોજન અને સારી સુવિધાઓ મળે તો જ તેમના વાલીઓ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરશે.”

બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઈકોર્ટે સરકાર તેમજ અરજદારને ૩ સપ્તાહમાં વિસ્તૃત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ જવાબમાં આશ્રમ શાળાઓનું માળખું કેવું હોવું જોઈએ અને તેમાં કઈ કઈ પાયાની સુવિધાઓ ઉમેરવી જરૂરી છે તેની સ્પષ્ટતા કરવાની રહેશે.

આ પણ વાંચો – સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે
Next: અમદાવાદમાં બે મોટી ચોરી : 18.72 લાખના કોપર વાયર તો 44.92 લાખના પાનમસાલાનો માલ ચોરાયો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.