Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
BABA - 2026-08-25T151855.755

અમદાવાદ: કડક દારૂબંધી અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના નીચા દર માટે સમગ્ર દેશમાં મોડેલ ગણાતા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની ‘સલામત શહેર’ (Safe City) હોવાની વર્ષો જૂની છબી હવે કડડભૂસ થઈ રહી છે. પોલીસ ઈમરજન્સી નંબર ૧૧૨ (112) ના લોગ બુકના આંકડાઓએ એક એવી કડવી વાસ્તવિકતા છતી કરી છે, જે દર્શાવે છે કે શહેરના જાહેર માર્ગો, રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ હબ હવે શેરી હિંસા, ગુંડાગીરી અને શારીરિક હુમલાઓનો ગઢ બની ચૂક્યા છે.

દર ૪.૮ મિનિટે હિંસાનો એક કૉલ!

ઓગસ્ટ ૨૦૨૫ ના અંતમાં શરૂ થયેલી ૧૧૨ ઈમરજન્સી હેલ્પલાઈનના ૩૩૪ દિવસના સત્તાવાર ડેટાનું વિશ્લેષણ ચોંકાવનારું છે. જુલાઈ ૨૦૨૬ સુધીમાં નોંધાયેલા કુલ ૨,૧૦,૫૯૩ ઈમરજન્સી કૉલ્સમાંથી ૧,૦૦,૦૮૧ કૉલ્સ માત્ર શારીરિક માથાકૂટ, જાહેર ઝઘડા અને હિંસક હુમલાના હતા. આ આંકડાઓનો સીધો અર્થ એ થાય છે કે અમદાવાદમાં દર ૪.૮ મિનિટે એક હિંસક ઝઘડો નોંધાય છે. એટલે કે ચોવીસે કલાક દર કલાકે સરેરાશ ૧૨ થી ૧૩ નાગરિકો હિંસાનો ભોગ બની રહ્યા છે.

Join Our WhatsApp Group

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ (112) નો ચોંકાવનારો ડેટા

  • કુલ ઈમરજન્સી કૉલ્સ: ૨,૧૦,૫૯૩
  • જાહેરમાં વિવાદ / ઝઘડો: ૩૬,૨૩૮
  • શારીરિક હુમલો (Assault): ૩૬,૧૬૧
  • પીધેલાઓનો દંગલ / ઝઘડા: ૧૭,૦૫૦
  • મહિલાઓ / બાળકો પર શારીરિક હુમલો: ૧૦,૬૩૨
  • કુલ શારીરિક હિંસા અને વિવાદ: ૧,૦૦,૦૮૧

દારૂબંધીની પોલ : હિંસા પાછળ ‘પીધેલાઓનો આતંક’

ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસે ભલે રાજ્યવ્યાપી દરોડા પાડીને કાર્યવાહીના દાવા કર્યા હોય, પરંતુ ૧૧૨ ના આંકડા કહે છે કે અમદાવાદમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. જાહેર ઝઘડા અને હુમલાના નોંધાયેલા કેસમાંથી ૧૭,૦૫૦ કૉલ્સ સીધા દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો અને બુટલેગિંગથી પ્રેરાયેલી ગુંડાહરકતો સાથે જોડાયેલા હતા. એટલે કે રસ્તાઓ પર થતી દર ૫ માંથી ૧ હિંસક ઘટના ગેરકાયદે નશાને કારણે થાય છે. નશાખોરોએ હવે જાહેર બજારો અને રહેણાંક શેરીઓને પોતાનો અડ્ડો બનાવી લીધો છે.

વધતો ટોળાશાહીનો આતંક (Mob Aggression) અને લાચાર પોલીસ

આ આંકડાઓ શહેરમાં ટોળાશાહીની ઘાતક માનસિકતા પણ છતી કરે છે. વસ્ત્રાલમાં એક નાના વ્યવસાયિક વિવાદમાં ૨૦ જણાના ટોળાએ તલવારો અને લોખંડના પાઈપો સાથે એસયુવી (SUV) ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે વાડજ સર્કલ પાસે તો બાળ અપહરણકર્તાઓની માત્ર અફવાને કારણે ૩૦ લોકોના ટોળાએ એક ઓટો-રિક્ષાને ઘેરીને ૪ મહિલાઓને બહાર ખેંચી ઢોર માર માર્યો હતો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘરો સુધી પહોંચેલી હિંસાની આગ

આ આક્રમકતા માત્ર રસ્તાઓ સુધી સીમિત નથી. ૧૧૨ કંટ્રોલ સેન્ટર પર જીવના જોખમ (Threat to Life) ના ૫,૫૮૩ કૉલ, મૌખિક ગાળાગાળીના ૪,૭૬૯ કૉલ, ઘરેલુ હિંસાના ૩,૭૪૯ કૉલ અને મહિલા-બાળકોની સુરક્ષા અંગે ૫,૮૪૨ કૉલ નોંધાયા છે.

અન્ય મોટા મહાનગરોની સરખામણીએ અમદાવાદમાં ભલે ગેંગ-સિંડિકેટ ક્રાઈમ ઓછો હોય, પરંતુ દર કલાકે નોંધાતા ૧૩ હિંસક કૉલ્સ અને પોલીસની ઉપરછલ્લી કામગીરીએ શહેરની સાર્વજનિક સુરક્ષા પર એક મોટું અને ગંભીર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે.

આ પણ વાંચો – ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી
Next: પ્રજાના પૈસાની લૂંટ: વડોદરામાં રસ્તાના ૩ મોટા પ્રોજેક્ટમાં માત્ર ૩ જ કોન્ટ્રાક્ટર, ‘રિંગ’ બનાવીને મનફાવતા ભાવ મંજૂર કરાવ્યાનો આક્ષેપ

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.