Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી

ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી

gujaratex@gmail.com August 25, 2026
BABA - 2026-08-25T150253.989

ગાંધીનગર : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વહીવટી કામકાજમાં સુગમતા અને ગતિશીલતા લાવવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા ૨૫ જેટલા વર્ગ-૨ ના ચીફ ઓફિસરો (Chief Officers) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.

પ્રાદેશિક કમિશનર કચેરીઓમાં મહત્વની નિમણૂકો

આ સાગમટે થયેલી બદલીઓમાં કેટલીક મહત્વની નિમણૂકો ઝોનલ સ્તરે કરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ:

Join Our WhatsApp Group

અંકલેશ્વરના ચીફ ઓફિસર કેશવ કોલડીયાને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી (સુરત ઝોન) તરીકે મુકવામાં આવ્યા છે.

કલોલના ચીફ ઓફિસર નીતિન બોડાતને પ્રાદેશિક કમિશનર (અમદાવાદ ઝોન) ની જવાબદારી સોંપાઈ છે.

માણસાના સતિષ પટેલને પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) તરીકે નિયુક્ત કરાયા છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતીયાને પ્રાદેશિક કમિશનર (રાજકોટ ઝોન) માં મુકવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફેરફાર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટમાં પણ ફેરફાર કરાયો છે. સુરેન્દ્રનગર મ.ન.પા. ના વર્તમાન નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની બદલી માણસા નગરપાલિકા ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર વેરાવળ-પાટણના ચીફ ઓફિસર પારસ મકવાણાને સુરેન્દ્રનગરના નવા નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અન્ય અગત્યની બદલીઓ

પરિપત્ર મુજબ અન્ય બદલીઓ પર નજર કરીએ તો, ખંભાતના વિશાળ પટેલને કલોલ, ગોંડલના અશ્વિન વ્યાસને વેરાવળ-પાટણ, બોરસદના વિરાજ શાહને ડભોઇ અને દહેગામના ઉમા રામીણાને બોરસદ ખાતે મુકવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) મનોજ સોલંકીની બદલી મોડાસા ખાતે અને માંડવી (કચ્છ) ના જીજ્ઞેશ બારોટની બદલી પાટણ જિલ્લાના હારીજ ખાતે કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળી લેવાના નિર્દેશ અપાયા છે.

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ : પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ૪૦ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી જર્મની બેઠેલા પુત્રને લાખો રૂપિયા મોકલ્યા!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ : પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ૪૦ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી જર્મની બેઠેલા પુત્રને લાખો રૂપિયા મોકલ્યા!
Next: સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

Related News

BABA - 2026-08-25T143853.706

ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ : પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ૪૦ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી જર્મની બેઠેલા પુત્રને લાખો રૂપિયા મોકલ્યા!

gujaratex@gmail.com August 25, 2026
BABA - 2026-08-24T122409.862

વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?

gujaratex@gmail.com August 24, 2026
BABA - 2026-08-22T172129.968

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા
  • ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી
  • ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ : પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ૪૦ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી જર્મની બેઠેલા પુત્રને લાખો રૂપિયા મોકલ્યા!
  • વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?
  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.