Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગૌમાતાને “રાજમાતા” બનાવવાનું બિલ વિધાનસભામાં રજૂ : કોંગ્રેસની પહેલ, ભાજપની પરીક્ષા

ગૌમાતાને “રાજમાતા” બનાવવાનું બિલ વિધાનસભામાં રજૂ : કોંગ્રેસની પહેલ, ભાજપની પરીક્ષા

gujaratex@gmail.com March 14, 2026
1

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે એક એવું બિલ રજૂ થયું છે જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને વડગામના ધારાસભ્ય અમિત ચાવડાએ “ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) બિલ, 2025” નામનું ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. આ બિલ દ્વારા ગૌમાતાને પ્રતીકાત્મક રીતે “રાજમાતા”નો સન્માનીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.

બિલમાં શું કરવામાં આવી મુખ્ય દરખાસ્તો

1. રાજ્યના દરેક જિલ્લામાં ગૌમાતા કલ્યાણ અધિકારીની નિમણૂક
2. ગૌમાતાના ખોરાક, આરોગ્ય, રહેઠાણ અને સુરક્ષાનું નિયમિત નિરીક્ષણ
3. બીમાર/અશક્ત ગૌમાતાને કતલખાનામાં જતા અટકાવવા માટે કડક વ્યવસ્થા
4. રાજ્ય બજેટમાંથી ગૌકલ્યાણ માટે વાર્ષિક ₹100 કરોડની ફાળવણી

Join Our WhatsApp Group

અમિત ચાવડાએ આ બિલ રજૂ કરતાં કહ્યું કે, “ગૌમાતા અમારી સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ છે. ગત ત્રણ વર્ષમાં અમદાવાદમાં શંકરાચાર્યજીની સભામાં આપણે વચન આપ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દે અવાજ ઉઠાવીશું. આજે તે વચન પૂરું કરી રહ્યા છીએ.”

આ બિલને લઈને હવે સૌની નજર ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો પર છે. ભાજપ ગૌરક્ષા અને ગૌમાતાને માતા તરીકે પ્રસ્તુત કરીને ચૂંટણીમાં મત મેળવે છે, પરંતુ રાજ્યમાં ગૌવંશની કતલ અને ગૌમાંસ નિકાસના આંકડા ચિંતાજનક છે. અમિત ચાવડાએ કહ્યું, “જો ભાજપ ગૌમાતા પ્રત્યે સાચી નિષ્ઠા ધરાવે છે તો આ બિલને સર્વાનુમતે પસાર કરાવવું જોઈએ. આ તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત સાબિત કરવાની તક છે.”

આ બિલ હવે વિધાનસભાની કાર્યવાહીમાં ચર્ચા માટે મૂકાશે. જો પસાર થશે તો ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જ્યાં ગૌમાતાને કાયદાકીય રીતે “રાજમાતા”નો દરજ્જો મળે.

આ પણ વાંચો  – પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ
Next: વડોદરા : બકરાવાડીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની ચાકુથી કરી હત્યા, બે બાળકો બન્યા અનાથ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.