Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • વડોદરા : બકરાવાડીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની ચાકુથી કરી હત્યા, બે બાળકો બન્યા અનાથ

વડોદરા : બકરાવાડીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની ચાકુથી કરી હત્યા, બે બાળકો બન્યા અનાથ

gujaratex@gmail.com March 14, 2026
1

વડોદરા : શહેરના બકરાવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. નારાયણ એવન્યુમાં રહેતા બંટી નામના વ્યક્તિએ નાની તકરારને કારણે પોતાની પત્ની પર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બંટી અને તેની પત્ની રીટા વચ્ચે રાત્રે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ તકરાર ઝડપથી ઉગ્ર બની ગઈ અને ગુસ્સામાં આવેલા બંટીએ ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની પર અનેક ઘા કર્યા. રીટા ગંભીર રીતે ઘાયલ થઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ઘટનાસ્થળે પંચનામું કર્યું. આરોપી બંટી ઘટના બાદ ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.

Join Our WhatsApp Group

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે આ હત્યા થઈ હોવાનું જણાય છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ દુઃખદ ઘટનામાં મૃતક રીટા પાછળ બે નાના બાળકો એક 13 વર્ષનો અને બીજો અઢી વર્ષનો પુત્ર અનાથ થઈ ગયા છે. બંટી છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ ઘટના ફરી એક વાર ઘરેલુ હિંસા અને ગુસ્સાના કારણે થતી દુર્ઘટનાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે.

આ પણ વાંચો – પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગૌમાતાને “રાજમાતા” બનાવવાનું બિલ વિધાનસભામાં રજૂ : કોંગ્રેસની પહેલ, ભાજપની પરીક્ષા
Next: વિપુલનું ‘વહીવટી સામ્રાજ્ય’! સરખેજથી એરપોર્ટ, સોલા સુધી વિપુલના નેટવર્કની ચર્ચા

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.