Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં દહેજના દૂષણનો ભયાનક ચિતાર : 3 વર્ષમાં 178 મહિલાઓએ આપઘાત કર્યો, 5638 ફરિયાદો નોંધાઈ

ગુજરાતમાં દહેજના દૂષણનો ભયાનક ચિતાર : 3 વર્ષમાં 178 મહિલાઓએ આપઘાત કર્યો, 5638 ફરિયાદો નોંધાઈ

gujaratex@gmail.com March 27, 2026
BABA (37)

ગાંધીનગર: ગુજરાતને વિકસિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજે પણ દહેજ જેવી કુપ્રથાના કારણે મહિલાઓએ જીવ ગુમાવવો પડે છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના દૂષણને કારણે 178 મહિલાઓએ આપઘાત કર્યો છે. આ ઉપરાંત આપઘાતના 4 પ્રયાસના કેસ પણ નોંધાયા છે.

સરકારના જવાબ અનુસાર, આ સમયગાળામાં દહેજના દૂષણ સંબંધિત 5638 ફરિયાદો પોલીસમાં નોંધાઈ છે. આમાંથી 522 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 15 આરોપી હજુ ફરાર છે.

જિલ્લાવાર આંકડા

Join Our WhatsApp Group
  • અમદાવાદ: 1665 ફરિયાદ, 34 આપઘાત
  • સુરત: 1166 ફરિયાદ, 36 આપઘાત (સૌથી વધુ આપઘાત)
  • બનાસકાંઠા: 362 ફરિયાદ, 7 આપઘાત
  • વડોદરા: 299 ફરિયાદ, 17 આપઘાત
  • કચ્છ: 196 ફરિયાદ, 16 આપઘાત

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દહેજની કુપ્રથા હજુ પણ ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સમસ્યા છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ આ કુપ્રથાને કારણે મહિલાઓને સૌથી વધુ ત્રાસ સહન કરવો પડે છે.

સરકારે દહેજ વિરોધી કાયદાની વાત તો કરી છે, પરંતુ વાસ્તવમાં તેના અમલમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. દહેજના દૂષણને રોકવા માટે કાયદો અમલમાં છે, તેમ છતાં આજે પણ મહિલાઓને આ કુપ્રથાના કારણે મોતની સોડ તાણવી પડે છે. આ ઘટનાઓ મહિલા અધિકાર અને સમાજની માનસિકતા પર પ્રશ્ન ઉભા કરે છે.

દહેજ જેવી કુપ્રથા આજે પણ ગુજરાતના સમાજમાં ઊંડે રોપાયેલી છે. કાયદો હોવા છતાં તેનું અમલીકરણ અને સામાજિક જાગૃતિની જરૂર છે. સરકારે આ મુદ્દે વધુ સક્રિય થઈને મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે કડક પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો – દેશમાં બેરોજગારીનું આલમ : ગ્રેજ્યુએટ બેરોજગારી 40% સુધી પહોંચી, ભણેલા કરતાં અભણ વધુ કમાય છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: દેશમાં બેરોજગારીનું આલમ : ગ્રેજ્યુએટ બેરોજગારી 40% સુધી પહોંચી, ભણેલા કરતાં અભણ વધુ કમાય છે
Next: RTE હેઠળ ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટે 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.