Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • શું પ્રધાનમંત્રી મોદી કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે: રાહુલ ગાંધી

શું પ્રધાનમંત્રી મોદી કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે: રાહુલ ગાંધી

gujaratex@gmail.com March 3, 2026
6

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભારત સરકારને ઈરાન યુદ્ધ અને અયાતુલ્લાહ અલી ખમેનેઈની હત્યાના મામલે પોતાનું વલણ નૈતિક રીતે સ્પષ્ટ કરવાની અપીલ કરી અને સવાલ કર્યો કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આ દાવો પણ કર્યો કે પ્રધાનમંત્રીની ‘ચુપ્પી’થી વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી રહી છે.તેમનું એમ પણ કહેવું છે કે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ કેટલાક ખાડી દેશો પર ઈરાની હુમલા, બંનેની નિંદા કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યુ કે, “અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મની એક સંવેદનશીલ વિસ્તારને વ્યાપક સંઘર્ષ તરફ ધકેલી રહી છે. લગભગ એક કરોડ ભારતીય નાગરિકો સહિત કરોડો લોકોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.”

Join Our WhatsApp Group

તેમણે કહ્યું કે, “સુરક્ષા સંબંધિત ચિંતાઓ વાસ્તવિક છે અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતા હુમલા સંકટને વધુ વધારશે. ઈરાન પર એકતરફી હુમલાઓ સાથે સાથે અન્ય પશ્ચિમ એશિયાઈ દેશો પર ઈરાનના હુમલાઓની નિંદા કરવી જોઈએ. હિંસા હિંસા જન્માવે છે, સંવાદ અને સંયમ જ શાંતિનો એકમાત્ર માર્ગ છે.”

તેમણે આ વાત પર ભાર મૂક્યો કે ભારતનું નૈતિક વલણ સ્પષ્ટ હોવું જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, “આપણે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ જીવનની રક્ષા માટે સ્પષ્ટ રીતે બોલવાની હિંમત રાખવી જોઈએ. આપણી વિદેશ નીતિ સાર્વભૌમત્વ અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ પર આધારિત છે અને તેને સુસંગત રાખવી જોઈએ.”

રાહુલ ગાંધીએ કહ્યું, “પ્રધાનમંત્રી મોદીએ બોલવું જોઈએ. શું તેઓ વિશ્વ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવાના રીતે કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે?”

તેમણે દાવો કર્યો કે હવે આ મૌનના કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી રહી છે.

આ પણ વાંચો- ઉત્તર પ્રદેશ : હોળીમાં અવ્યવસ્થા દેખાડતો જૂનો ‘વીડિયો’ શેર કરતા એક પત્રકાર સહિત નવ લોકો પર FIR

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઉત્તર પ્રદેશ : હોળીમાં અવ્યવસ્થા દેખાડતો જૂનો ‘વીડિયો’ શેર કરતા એક પત્રકાર સહિત નવ લોકો પર FIR
Next: 1990 પછી ભારતમાં બ્રેસ્ટ કેન્સર 5 ગણું વધ્યું! 2050 સુધીમાં વૈશ્વિક કેસ 3 ગણા વધશે- લેન્સેટ સ્ટડીની ચેતવણી

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.