Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • આફતની ઓથમાં સુરત: ખાડીઓ ઓવરફ્લો થતાં શહેરમાં પૂરની સ્થિતિ, NDRF-SDRF એક્શનમાં, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર

આફતની ઓથમાં સુરત: ખાડીઓ ઓવરફ્લો થતાં શહેરમાં પૂરની સ્થિતિ, NDRF-SDRF એક્શનમાં, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર

gujaratex@gmail.com July 9, 2026
BABA (52)
  • સુરતમાં જળપ્રલય! કરંટ-ડૂબવા સહિતની દુર્ઘટનામાં ૧૩ના મોત, ૩૪૧૬નું રેસ્ક્યૂ, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત, જૂનાગઢના માંગરોળ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના કામરેજ અને પલસાણા સહિતના તાલુકાઓમાં ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જ્યારે સુરત શહેરમાં છેલ્લા ૩૮ કલાકમાં ૧૯ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

કુદરતી આફતમાં ૧૩ જિંદગીઓ હોમાઈ

અતિભારે વરસાદના કારણે સુરત શહેરમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. પૂર અને વરસાદી માહોલ વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાઓમાં કુલ ૧૩ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ૧૧ લોકોના ડૂબી જવાથી અને ૧ વ્યક્તિનું કરંટ લાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ કરુણ ઘટનાઓ મુખ્યત્વે ડિંડોલી, પુણાગામ, પાંડેસરા અને રાંદેર સહિતના વિસ્તારોમાં બની છે.

Join Our WhatsApp Group

તંત્ર, NDRF અને SDRF દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

આફતની આ ઘડીમાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, NDRF અને SDRFની ટીમોએ મોરચો સંભાળી લીધો છે. ૮ જુલાઈના સાંજના ૫ વાગ્યા સુધીમાં તંત્ર દ્વારા ૩,૪૧૬ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે પૂરના જોખમી વિસ્તારમાં રહેતા ૩,૮૬૨ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. પલસાણા, કામરેજ, બારડોલી અને અંબિકા જેવા વિસ્તારોમાં ૧૦-૧૦ ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે.

સ્થાનિક વિસ્તારોમાં ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે લોકો અગાસીઓ પર આશ્રય લેવા મજબૂર બન્યા હતા. મીઠી ખાડી અને ગોડાદરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતા સ્થિતિ વધુ ગંભીર બની હતી, પરંતુ સંયુક્ત ટીમોના સમયસરના આયોજનથી હજારો લોકોના જીવ બચાવી તેમને આશ્રયસ્થાનોમાં ફૂડ પેકેટ અને તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો – મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર, લાગુ પડશે પોક્સો કાયદો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર, લાગુ પડશે પોક્સો કાયદો
Next: અમદાવાદ રથયાત્રા 2026: 15 અને 16 જુલાઈએ સમગ્ર રથયાત્રા રૂટ રહેશે ‘નો પાર્કિંગ ઝોન’, પોલીસ કમિશનરનું જાહેરનામું

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.