Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • હૃદયદ્રાવક: જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત

હૃદયદ્રાવક: જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત

gujaratex@gmail.com April 28, 2026
BABA (3)

જસદણ: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે એક અત્યંત દુ:ખદ દુર્ઘટના સામે આવી છે. જસદણ પાસે આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. રજાના દિવસે ઘરે કહ્યા વિના ન્હાવા ગયેલા શ્રમિક પરિવારના આ ચારેય બાળકોને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.

ઘરે કહ્યા વિના ન્હાવા ગયા અને સર્જાઈ દુર્ઘટના

જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો રજાનો દિવસ હોવાથી મોજ-મસ્તી કરવા માટે આલણસાગર તળાવે પહોંચ્યા હતા. બાળકોએ ઘરે કોઈને જાણ કરી નહોતી. તળાવમાં ઉતર્યા બાદ પાણી વધુ ઊંડું હોવાથી ચારેય મિત્રો એકપછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી તળાવની પાળ પર બાળકોની સાયકલો અને કપડાં બિનવારસી હાલતમાં પડી રહેલા જોઈ સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી. તપાસ કરતા બાળકો ડૂબ્યા હોવાની આશંકા જતા તંત્રને જાણ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Group

તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ બાદ ચારેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોની ઓળખ

રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)

કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)

રામુ ભાયાભાઈ રાઠોડ (ઉંમર 14 વર્ષ)

કાળુ ભરતભાઈ રાઠોડ (ઉંમર 10 વર્ષ)

પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન

જ્યારે આ ચારેય માસૂમોના મૃતદેહ જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર વાલીઓ અને સગા-સંબંધીઓના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માનવી પણ પીગળી જાય તેવું ગમગીન વાતાવરણ સર્જાયું હતું. એકસાથે ચાર-ચાર આશાસ્પદ બાળકોના મોતથી સમગ્ર જસદણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જસદણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ  વાંચો  – મુંબઈમાં ભયાનક દુર્ઘટના: રાત્રે બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મુંબઈમાં ભયાનક દુર્ઘટના: રાત્રે બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
Next: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: ૨૬,૧૯૬ બેઠકો પર મતગણતરી શરૂ, ભાજપે અમદાવાદ-વડોદરામાં વિજયી શ્રીગણેશ કર્યા

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.