Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદમાં બે મોટી ચોરી : 18.72 લાખના કોપર વાયર તો 44.92 લાખના પાનમસાલાનો માલ ચોરાયો

અમદાવાદમાં બે મોટી ચોરી : 18.72 લાખના કોપર વાયર તો 44.92 લાખના પાનમસાલાનો માલ ચોરાયો

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T235531.492

અમદાવાદમાં લગભગ એક જ સમયે બે મોટી ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં કુલ 63 લાખ રૂપિયાથી વધુનો માલ ચોરાઈ ગયો છે. પ્રથમ બોપલમાં ઇલેક્ટ્રિક કોપર વાયર અને બીજી અસલાલીમાં પાનમસાલાની કંપનીના ગોડાઉનમાંથી ચોરી થઈ છે. બંને કેસમાં તસ્કરોએ પૂર્વ આયોજન સાથે કામ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જણાવી દઈએ કે, હાલમાં અમદાવાદ પોલીસ બેડામાં બદલીઓનો દૌર ચાલી રહ્યો છે, તો બીજી તરફ ચોરો પણ પોતાના પ્લાન પ્રમાણે મોટી-મોટી ચોરીઓને અંજામ આપી રહ્યાં છે. સુરક્ષિત ગણાતું અમદાવાદ પ્રતિદિવસ પોલીસની હાજરી વચ્ચે પણ અસુરક્ષિત બનતું જઈ રહ્યું છે.

1. બોપલમાં 18.72 લાખના કોપર વાયરની ચોરી

બોપલ વિસ્તારમાં ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઈટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી થઈ છે.

Join Our WhatsApp Group

ચાંદખેડામાં રહેતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અમિતકુમાર સવજીભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ આ સાઈટ પર વાયરિંગનું કામ કરી રહ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં કોપર વાયરના ભાવ વધતા તેમણે ગોડાઉનમાં આશરે 50 લાખ રૂપિયાનો સ્ટોક ઉતાર્યો હતો. જેમાંથી 15 લાખનો વપરાશ થઈ ચૂક્યો હતો.

13 માર્ચ, 2026ની સાંજે સાડા છ વાગ્યે તાળું મારીને તેઓ ઘરે ગયા હતા. 16 માર્ચે સવારે જ્યારે તેઓ ગણતરી કરવા આવ્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો. તસ્કરોએ CCTV કેમેરાનો વાયર કાપી નાખ્યો હતો અને 147 બંડલ કોપર વાયર ચોરી લીધા હતા. આ માલની કુલ કિંમત રૂપિયા 18,72,990 છે.

2. અસલાલીમાં 44.92 લાખના પાનમસાલાની ચોરી

બીજી ઘટના અસલાલી વિસ્તારની તીરૂપતી એસ્ટેટમાં બની છે. અહીં એક નામાંકિત પાનમસાલા કંપનીના ગોડાઉનનું શટર તોડીને તસ્કરોએ લાખો રૂપિયાનો માલ ઉઠાવી લીધો છે.

કંપનીમાં 11 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા મહાવીરકુમાર ભંવરલાલ જૈને ફરિયાદ નોંધાવી છે. 5 એપ્રિલ, 2026ની સવારે સવા છ વાગ્યે સબ-કોન્ટ્રાક્ટરના કર્મચારીએ ફોન કરીને શટર તૂટેલું હોવાની જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજ અનુસાર, 4:00 થી 4:40 વાગ્યાની વચ્ચે 4-5 અજાણ્યા શખ્સો બોલેરો પિક-અપ વાનમાં આવ્યા હતા. તેમણે ગોડાઉનનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો અને માલ ચોરી કરીને ફરાર થઈ ગયા.

આ પણ વાંચો – હાઈકોર્ટની સરકારને ફટકાર : આશ્રમ શાળાઓને રહેણાંક શાળા બનાવો, IAS-IPS બનાવવા માટે કામ કરો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: હાઈકોર્ટની સરકારને ફટકાર : આશ્રમ શાળાઓને રહેણાંક શાળા બનાવો, IAS-IPS બનાવવા માટે કામ કરો
Next: સરદારનગરમાં દારૂ અને જુગારનો ખુલ્લો ખેલ : ‘જયપાલ સિસ્ટમ’ પાછળ કઈ શક્તિના આશીર્વાદ?

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.