Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું શક્તિ પ્રદર્શન: NEET પેપર લીક મામલે PM મોદી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું શક્તિ પ્રદર્શન: NEET પેપર લીક મામલે PM મોદી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

gujaratex@gmail.com June 6, 2026
BABA - 2026-06-06T112010.694
  • દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’નો હૂંકાર : જંતર-મંતર પર હજારો યુવાનો ઉમટ્યા, શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ
  • NEET પેપર લીક વિવાદ : અભિજીત દીપકે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, CJP ના પ્રદર્શનમાં હાથમાં તિરંગા અને પુસ્તકો સાથે જોડાયા યુવાનો
  • જંતર-મંતર પર CJPનું અનોખું આંદોલન : સનસ્ક્રીન લગાવીને, હાથમાં ફૂલ અને પુસ્તકો સાથે પ્રદર્શનકારીઓએ નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હી : દેશમાં સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓ સામે હવે યુવાનો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ રસ્તા પર ઉતરી આવ્યા છે. દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે શનિવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેની આગેવાનીમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે” તેવા પ્રચંડ નારાઓથી જંતર-મંતર ગુંજી ઉઠ્યું હતું.

Cockroach Party Zindabad!

Thousands of protesters begin arriving at Jantar Mantar to demand the resignation of Dharmendra Pradhan.

Are you at Jantar Mantar?

Tag us in your pictures and videos with #cjpprotest pic.twitter.com/nzoSUQYJeB

— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026

અમેરિકાથી સીધા દિલ્હી પહોંચ્યા ફાઉન્ડર અભિજીત દીપકે

Join Our WhatsApp Group

CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ખાસ અમેરિકાથી શનિવારે સવારે 7:45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે, એરપોર્ટ પરથી બહાર આવવામાં તેમને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો, જે પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એરપોર્ટની બહાર આવતાની સાથે જ તેમણે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક હાથમાં ઊંચું કરીને પ્રદર્શન માટે પોતાનો મજબૂત ઈરાદો અને સંદેશ આપ્યો હતો.

कॉकरोच जनता पार्टी युवाओं से निवेदन करती है कि यह प्रदर्शन शांतिपूर्ण व संवैधानिक तरीके से करना है,

अगर कोई भी व्यक्ति कुछ गलत करने की कोशिश करता है तो तत्काल उसका रिकॉर्डिंग करें या फिर पुलिस को सूचित करें,

हर हाल में शांति व्यवस्था बनाए रखना है।

Join: @CJP_for_India pic.twitter.com/GmgGLzKro9

— Cockroach Janta Party (@CJP_for_India) June 6, 2026

શા માટે થઈ રહ્યો છે આ વિરોધ?

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર આ પહેલું મોટું અને સંગઠિત પ્રદર્શન છે. આ આંદોલન મુખ્યત્વે તાજેતરમાં દેશભરમાં ખળભળાટ મચાવનાર NEET-UG પેપર લીક કાંડ, તેમજ CBSE, CUET અને SSC-GD જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે. દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાંના રોષ સ્વરૂપે પાર્ટી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.

At Jantar Mantar,

Sloganeering against Godi Media

Where the youths are going to protest on the call of Cockroach Janta Party. pic.twitter.com/aU7ppxMcTC

— Cockroach Janta Party (@CJP_for_India) June 6, 2026

પ્રદર્શનકારીઓ માટે અનોખી ગાઈડલાઈન

CJP એ આ પ્રદર્શનને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રાખવા માટે પોતાના સમર્થકો માટે 8 મુદ્દાની એક ખાસ ગાઈડલાઈન (માર્ગદર્શિકા) પણ જારી કરી હતી. જેમાં પ્રદર્શનકારીઓને તડકાથી બચવા સનસ્ક્રીન લગાવવા, ઘરેથી નાસ્તો કરીને આવવા, તેમજ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ (તિરંગો), ફૂલ અને પુસ્તકો લઈને આવવાની અપીલ કરવામાં આવી હતી. આ અનોખી અને સકારાત્મક ગાઈડલાઈન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે.

CJP નું ભવિષ્ય: રાજકીય પાર્ટી બનશે કે નહીં?

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સોશિયલ મીડિયા પરથી જન્મેલું એક આંદોલન છે, જેને યુવાનો અને આમ જનતાનો ભારે સમર્થન મળી રહ્યું છે. જોકે, આગામી સમયમાં આ સંગઠન એક સત્તાવાર રાજકીય પાર્ટી તરીકે આકાર લેશે કે કેમ, તે અંગે હાલ પૂરતી કોઈ સત્તાવાર જાહેરાત કે નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તેમના આ પ્રથમ જમીની પ્રદર્શને સરકાર અને વહીવટીતંત્રનું ધ્યાન ચોક્કસ ખેંચ્યું છે.

આ પણ વાંચો – ગુજરાત DGP ની રેસ ચાલુ પણ ફિનિશ લાઈન હજુ દૂર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત DGP ની રેસ ચાલુ પણ ફિનિશ લાઈન હજુ દૂર
Next: સુપ્રીમ કોર્ટની સમિતિનો મોટો પ્રસ્તાવ: ન્યાયિક ચુકાદાઓમાં AI ના ઉપયોગ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ

Related News

BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
BABA (84)

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, CJI સૂર્યકાંતે કહ્યું- ‘અમારો સમય ન બગાડો’

gujaratex@gmail.com July 22, 2026
BABA (79)

ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત

gujaratex@gmail.com July 21, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પ્રજાના પૈસાની લૂંટ: વડોદરામાં રસ્તાના ૩ મોટા પ્રોજેક્ટમાં માત્ર ૩ જ કોન્ટ્રાક્ટર, ‘રિંગ’ બનાવીને મનફાવતા ભાવ મંજૂર કરાવ્યાનો આક્ષેપ
  • સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા
  • ગુજરાત સરકારની મોટી વહીવટી સર્જરી : રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની એકસાથે બદલી
  • ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ : પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ૪૦ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી જર્મની બેઠેલા પુત્રને લાખો રૂપિયા મોકલ્યા!
  • વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.