Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ધરતી પુત્રોને પ્રકૃતિનો માર, વિજળી પડતા માલધારીનું મોત- રાજ્યભરમાં ઘઉંના પાકને મોટું નુકશાન

ધરતી પુત્રોને પ્રકૃતિનો માર, વિજળી પડતા માલધારીનું મોત- રાજ્યભરમાં ઘઉંના પાકને મોટું નુકશાન

gujaratex@gmail.com March 20, 2026
1

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બદલાયેલા હવામાનની અસરે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયું છીનવી લીધું છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનું પાક પલળી ગયું હોવાના કારણે નુકશાન થયું છે. આ વચ્ચે જામજોધપુર તાલુકામાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને વીજળીના કારણે એક માલધારીનું દુઃખદ મૃત્યુ થયું છે, જ્યારે જામનગર શહેરમાં મિનિ વાવાઝોડા જેવા તેજ પવનોએ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલા પાણાખાણ વિસ્તારમાં આ ઘટના બની. જૂની આંબરડી ગામના 52 વર્ષીય કાબા વકાતર, જેઓ વ્યવસાયે માલધારી હતા, તેમણે સાંજે પોતાની ભેંસો ચરાવવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક વિજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થઈ હતી.

તો રાજ્યભરમાં ખેડૂતોના ઘઉં સહિતના પાકોને મોટું નુકશાન થયું છે. કેટલાક ખેડૂતોના ઉભા સૂકા ઘઉં પલળી ગયા છે, તો કેટલાક ખેડૂતોના વાઢેલા ઘઉં પલળી જતાં મોટું આર્થિક નુકશાન થયું છે. તો હજું પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

 

આ પણ વાંચો – નેતન્યાહુ બોલ્યા – “અમે ટ્રમ્પને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ખેંચ્યા નથી”

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નેતન્યાહુ બોલ્યા – “અમે ટ્રમ્પને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ખેંચ્યા નથી”
Next: સોલા સિવિલમાં આશ્ચર્યજનક ઘટના, ઉંદરે ડોક્ટરની આંખો કોતરી નાંખી

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.