Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સોલા સિવિલમાં આશ્ચર્યજનક ઘટના, ઉંદરે ડોક્ટરની આંખો કોતરી નાંખી

સોલા સિવિલમાં આશ્ચર્યજનક ઘટના, ઉંદરે ડોક્ટરની આંખો કોતરી નાંખી

gujaratex@gmail.com March 20, 2026
1

અમદાવાદ સોલા સિવિલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર, સોલા સિવિલમાં એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાધી છે. આ સમાચાર બહાર આવતા જ હોબાળો મચી ગયો છે. આ અંગે એવા સમાચાર મળી રહ્યા છે કે, પાછલા ઘણા સમયથી અમદાવાદ સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ગંદકી અને વ્યવસ્થાને લઈને ફરિયાદો કરવામાં આવી હતી.

જો કે, ડોક્ટરોની ફરિયાદોને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. તેનું પરિણામ તે આવ્યું છે કે, અંતે એક વિદ્યાર્થી પોતાની આંખો ગુમાવી શકે છે. આ ગંદકીના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. આ સિવાય સોલા સિવિલ અને આસપાસ ગંદકીના સામ્રાજ્યના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે.

આંખ વિભાગના પીજી રેસિડેન્ટ ડોક્ટરોએ આ ઘટના બાદ ખુલ્લેઆમ વાત કરી અને કહ્યું કે વોર્ડમાં નિયમિત સ્વચ્છતાનો અભાવ છે, જેના કારણે ઉંદરોની અવરજવર સતત રહે છે. RO પીવાનું પાણીની વ્યવસ્થા નથી. એર કન્ડિશનર (AC) કે પર્યાપ્ત વેન્ટિલેશનની સુવિધા નથી. ઇમર્જન્સી કેસ ન હોવા છતાં પણ રાત્રે વોર્ડમાં સૂવાની ફરજ પાડવામાં આવે છે. અઠવાડિયામાં રજાનો પણ પૂરતો સમય મળતો નથી, જેનાથી શારીરિક અને માનસિક તણાવ વધે છે.

Join Our WhatsApp Group

આ બધી સમસ્યાઓને કારણે રેસિડેન્ટ ડોક્ટરોમાં અસંતોષ વધ્યો છે અને તેઓ કહે છે કે, “આંખના ડોક્ટરની આંખ પર જ ઉંદર કરડે એ વાત આખા તંત્ર માટે શરમજનક છે.”

તબીબી વર્ગની પ્રતિક્રિયાઆ ઘટના બાદ આંખ વિભાગ સહિત હોસ્પિટલના અન્ય વિભાગોના સિનિયર અને જુનિયર ડોક્ટરોએ પણ સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ મજબૂત કરી છે. તેઓનું કહેવું છે કે, હોસ્પિટલના વોર્ડમાં નિયમિત પેસ્ટ કંટ્રોલ અને સફાઈની જરૂર છે. રેસિડેન્ટ ડોક્ટરોને યોગ્ય આરામ અને કામના કલાકોનું પાલન થવું જોઈએ. આ પ્રકારની ઘટનાઓ દર્દીઓની સુરક્ષા તેમજ સ્ટાફના આરોગ્ય માટે પણ જોખમી છે.

સરકારી હોસ્પિટલોમાં મૂળભૂત સ્વચ્છતા અને સુવિધાઓનો અભાવ એ માત્ર એક વિભાગની સમસ્યા નથી, પરંતુ આખી સિસ્ટમ માટે ચેતવણી છે. આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ડોક્ટરોના આરોગ્ય અને સુરક્ષા વિના દર્દીઓની સારવાર કેવી રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. એવી આશા કરવામાં આવી રહી છે કે આ ઘટના પછી સંબંધિત અધિકારીઓ તાત્કાલિક અને અસરકારક પગલાં લેશે, જેથી આવી દુ:ખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો – ધરતી પુત્રોને પ્રકૃતિનો માર, વિજળી પડતા માલધારીનું મોત- રાજ્યભરમાં ઘઉંના પાકને મોટું નુકશાન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ધરતી પુત્રોને પ્રકૃતિનો માર, વિજળી પડતા માલધારીનું મોત- રાજ્યભરમાં ઘઉંના પાકને મોટું નુકશાન
Next: અમદાવાદ રેલવે પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી : દિલ્હીમાંથી ગુજરાતના રીઢા ટ્રેન લૂંટારૂને દબોચ્યો

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.