Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત ST નિગમમાં ભડકો: ખાનગીકરણ અને પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓનું આંદોલન, 18 થી 25 જૂન સુધી વિરોધ પ્રદર્શન

ગુજરાત ST નિગમમાં ભડકો: ખાનગીકરણ અને પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓનું આંદોલન, 18 થી 25 જૂન સુધી વિરોધ પ્રદર્શન

gujaratex@gmail.com June 4, 2026
BABA - 2026-06-04T132548.105

ગાંધીનગર: જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ગુજરાત એસટીના ખાનગીકરણ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદ્દે હવે મોટો વિવાદ સર્જાયો છે. એસટી નિગમની મનમાની સામે કર્મચારીઓએ બાંયો ચડાવી છે અને ‘ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ’ દ્વારા આગામી 18 થી 25 જૂન સુધી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.

કર્મચારીઓનો રોષ શા માટે છે?

એસટીના કર્મચારીઓ અને યુનિયનના વિરોધ પાછળના મુખ્ય કારણો અને માંગણીઓ નીચે મુજબ છે.

Join Our WhatsApp Group

ખાનગીકરણનો વિરોધ : કરોડો રૂપિયા ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસો ભાડે લેવાના નિગમના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ છે.

આઉટસોર્સિંગથી ભરતી : 4,000 જેટલા ડ્રાઈવર અને કંડક્ટરની આઉટસોર્સિંગ (કોન્ટ્રાક્ટ) થી ભરતી કરવાના નિર્ણયનો સખત વિરોધ થઈ રહ્યો છે.

પડતર પ્રશ્નો : સાતમું પગાર પંચ સત્વરે લાગુ કરવું અને છેલ્લા દોઢ વર્ષથી બાકી રહેલા ચડત મોંઘવારી ભથ્થા (DA) ના અરિયર્સની ચૂકવણી કરવી.

કોન્ટ્રાક્ટ પ્રથા : નિગમમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આંદોલનની રણનીતિ અને કાર્યક્રમની રૂપરેખા

ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ દ્વારા આંદોલનને વેગ આપવા માટે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

18, 19 અને 20 જૂન : આ ત્રણ દિવસ દરમિયાન એસટીના તમામ કર્મચારીઓ ફરજ પર હાથ પર ‘કાળી પટ્ટી’ બાંધીને મૌન વિરોધ દર્શાવશે.

22 અને 23 જૂન : રાજ્યના વિવિધ બસ ડેપો, વર્કશોપ અને વિભાગીય કચેરીઓની બહાર કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે તેમજ ઘંટનાદ સાથે રામધૂન બોલાવીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે.

24 જૂન : ડિજિટલ પ્લેટફોર્મ પર વિરોધ. કર્મીઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરીને સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવશે.

25 જૂન : આખરે સવારે 11 વાગ્યાથી નિગમની મુખ્ય તથા તમામ વિભાગીય કચેરીઓ સામે કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ધરણાં પર બેસીને ઉગ્ર દેખાવો કરશે.

આ પણ વાંચો – દિલ્હી બાદ હવે બિહારમાં અગ્નિકાંડ: મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલના ICU માં ભીષણ આગ, 15 દર્દીઓના મોતની આશંકા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: દિલ્હી બાદ હવે બિહારમાં અગ્નિકાંડ: મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલના ICU માં ભીષણ આગ, 15 દર્દીઓના મોતની આશંકા
Next: ગુજરાતમાં નવી બનાસકાંઠા પોલીસ રેન્જની રચના, સરહદી સુરક્ષા મજબૂત કરવા ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.