Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ગુજરાતમાં નવી બનાસકાંઠા પોલીસ રેન્જની રચના, સરહદી સુરક્ષા મજબૂત કરવા ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં નવી બનાસકાંઠા પોલીસ રેન્જની રચના, સરહદી સુરક્ષા મજબૂત કરવા ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

gujaratex@gmail.com June 5, 2026
BABA - 2026-06-05T112017.769
  • પાલનપુર રહેશે મુખ્ય મથક, બોર્ડર રેન્જનું વિભાજન કરીને પાટણ, પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાને નવી રેન્જમાં સામેલ કરાયા

અમદાવાદ : ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને પોલીસ વહીવટને સરળ બનાવવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની સૌથી વિશાળ ગણાતી બોર્ડર રેન્જનું પુનર્ગઠન કરીને નવી ‘બનાસકાંઠા રેન્જ’ની રચના કરવામાં આવી છે. આ નવી રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત રહેશે.

ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ અગાઉની બોર્ડર રેન્જ હેઠળ પશ્ચિમ કચ્છ (ભુજ), પૂર્વ કચ્છ (ગાંધીધામ), પાટણ અને બનાસકાંઠા જેવા વિશાળ જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આશરે 550 કિલોમીટર જેટલા ભૌગોલિક વિસ્તાર ધરાવતી આ રેન્જમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને 238 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર આવતો હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવવા અને સરહદી વિસ્તારો પર અસરકારક દેખરેખ રાખવામાં વહીવટી પડકારો ઊભા થઈ રહ્યા હતા.

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. બદલાતી વહીવટી જરૂરિયાતો અને સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું છે.
રેન્જનું નવું માળખું

Join Our WhatsApp Group

નવી વ્યવસ્થા અનુસાર બોર્ડર રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી અગાઉ રાજકોટ રેન્જ હેઠળ આવતો હતો, પરંતુ કચ્છની સરહદને અડીને આવેલા તેના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં રાખીને તેને બોર્ડર રેન્જમાં સ્થાન અપાયું છે.

નવી રચાયેલી બનાસકાંઠા રેન્જમાં પાલનપુર, પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલનપુર આ રેન્જનું મુખ્ય મથક રહેશે.

મોરબી જિલ્લો અલગ થયા બાદ રાજકોટ રેન્જનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે. હવે રાજકોટ રેન્જ હેઠળ રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ રહેશે.

ગૃહ વિભાગના આ નિર્ણયથી ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક દેખરેખ રાખવામાં મદદ મળશે. સાથે જ સરહદી જિલ્લાઓમાં પોલીસ પ્રતિસાદ વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાનું સંચાલન વધુ સુદૃઢ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ગુજરાત ST નિગમમાં ભડકો: ખાનગીકરણ અને પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓનું આંદોલન, 18 થી 25 જૂન સુધી વિરોધ પ્રદર્શન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત ST નિગમમાં ભડકો: ખાનગીકરણ અને પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓનું આંદોલન, 18 થી 25 જૂન સુધી વિરોધ પ્રદર્શન
Next: ગુજરાત DGP ની રેસ ચાલુ પણ ફિનિશ લાઈન હજુ દૂર

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.