Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • બંગાળમાં નવી વહીવટી નિમણૂકો પર રાજકીય સંગ્રામ: પૂર્વ CEO મનોજ અગ્રવાલ બન્યા મુખ્ય સચિવ, વિપક્ષે ઉઠાવ્યા ગંભીર સવાલો

બંગાળમાં નવી વહીવટી નિમણૂકો પર રાજકીય સંગ્રામ: પૂર્વ CEO મનોજ અગ્રવાલ બન્યા મુખ્ય સચિવ, વિપક્ષે ઉઠાવ્યા ગંભીર સવાલો

gujaratex@gmail.com May 12, 2026
12

શુભેન્દુ સરકારનો નિર્ણય: ચૂંટણી પંચના પૂર્વ અધિકારીઓને મહત્વના હોદ્દા, તૃણમૂલ કોંગ્રેસે કહ્યુ- “ચૂંટણી ચોરીનું ઇનામ”

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) રહી ચૂકેલા મનોજ કુમાર અગ્રવાલની સોમવારે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનોજ અગ્રવાલ 1990 બેચના પશ્ચિમ બંગાળ કેડરના IAS અધિકારી છે અને CEO બનતા પહેલા અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે.

SIR અભિયાન અને વિવાદો

Join Our WhatsApp Group

મનોજ અગ્રવાલના કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અત્યંત વિવાદાસ્પદ રહ્યું હતું, કારણ કે તેમાં મતદાર યાદીમાંથી અંદાજે 91 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાને કારણે લાખો લોકો મતાધિકારથી વંચિત રહ્યા હતા, જેને લઈને અગ્રવાલની આકરી ટીકા થઈ હતી. જોકે, બીજી તરફ હિંસા અને ધમકી વગર ચૂંટણી કરાવવા બદલ કેટલાક વર્ગોમાં તેમની પ્રશંસા પણ થઈ હતી.

અન્ય મહત્વની નિમણૂકો

રાજ્ય સરકારની અધિસૂચના મુજબ

વર્તમાન મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાને નવી દિલ્હીમાં પ્રિન્સિપલ રેસિડેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.

ચૂંટણી પંચના પૂર્વ વિશેષ નિરીક્ષક સુબ્રત ગુપ્તાને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. સુબ્રત ગુપ્તા પણ 1990 બેચના IAS અધિકારી છે અને SIR અભિયાન પર દેખરેખ રાખવા માટે તેમને વિશેષ ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા હતા.

વિપક્ષનો આકરો પ્રહાર : “ઇનામ કે સાંઠગાંઠ?”

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળની ભાજપ સરકારના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસે આ નિમણૂકોને ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની સાંઠગાંઠ ગણાવી છે.

સાગરિકા ઘોષ (TMC સાંસદ): “કથિત ‘નિષ્પક્ષ અમ્પાયર’ને બંગાળમાં ભાજપ સરકારના ટોચના અમલદાર બનાવીને ઇનામ અપાયું છે. શું હવે કોઈ ગંભીરતાથી માની શકે કે બંગાળની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી હતી?”

સાકેત ગોખલે (TMC નેતા): “ભાજપ અને ચૂંટણી પંચ હવે ખુલ્લેઆમ ચૂંટણીની ચોરી કરવાની વાત કરી રહ્યા છે. આ બેશરમીની હદ છે.”

જયરામ રમેશ (કોંગ્રેસ નેતા): “આ નિમણૂકો ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની ખુલ્લી સાંઠગાંઠ દર્શાવે છે. જે અધિકારીઓએ 27 લાખ લોકોને મતદાનથી વંચિત રાખવામાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવી, તેમને હવે મહત્વના પદ અપાયા છે. આ સાબિત કરે છે કે પંચ નિષ્પક્ષ નહોતું.”

ભાજપનો બચાવ

ટીકાઓ વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, “મમતા બેનર્જીએ જે રીતે વરિષ્ઠ અધિકારીઓને સાઈડલાઈન કરીને નોકરશાહીને નબળી પાડી હતી, તેનાથી વિપરીત ભાજપ સરકારે સૌથી વરિષ્ઠ IAS અધિકારી મનોજ અગ્રવાલને મુખ્ય સચિવ બનાવ્યા છે. આ પગલું કાયદાની ગરિમા પુનઃસ્થાપિત કરવાના વચન મુજબ છે.”

વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ

સોમવારે જારી કરાયેલી અન્ય એક સૂચના મુજબ, રાજ્ય સરકારે તમામ બોર્ડ, નિગમો અને સંસ્થાઓમાં નામાંકિત સભ્યો અને અધ્યક્ષોનો કાર્યકાળ સમાપ્ત કરી દીધો છે. સાથે જ, 60 વર્ષની વય મર્યાદા બાદ સર્વિસ એક્સટેન્શન પર રહેલા અધિકારીઓની સેવાઓ પણ સમાપ્ત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ‘નબન્ના’ ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને વહીવટ અંગે મુક્તપણે પોતાના અભિપ્રાય રજૂ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો – સંકટનો સંકેત અને સંયમની માંગ: શું દેશ નવી આર્થિક હકીકત માટે તૈયાર છે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સંકટનો સંકેત અને સંયમની માંગ: શું દેશ નવી આર્થિક હકીકત માટે તૈયાર છે?
Next: શપથ લેતા જ સંઘર્ષ: મફત વીજળી અને સોનાની ભેટ જેવા વાયદાઓ વિજય માટે ગળાનું હાડકું બનશે?

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.