Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ: હાઈકોર્ટ ૩ મહિનામાં રિઝર્વ ચુકાદો સંભળાવે, જામીન પરનો નિર્ણય ૨૪ કલાકમાં

સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ: હાઈકોર્ટ ૩ મહિનામાં રિઝર્વ ચુકાદો સંભળાવે, જામીન પરનો નિર્ણય ૨૪ કલાકમાં

gujaratex@gmail.com May 29, 2026
BABA - 2026-05-29T162018.378
  • ન્યાયમાં થતો વિલંબ જનતાના વિશ્વાસને નબળો પાડે છે, વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે બેદરકારી બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દેશની અદાલતોમાં કેસોના ચુકાદાઓ સુરક્ષિત (Reserved) રાખ્યા બાદ તેને સંભળાવવામાં થતા લાંબા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે, ૨૯ મેના રોજ એક અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટને સખત માર્ગદર્શિકા જારી કરતા સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ ૩ મહિનાની અંદર સુરક્ષિત ચુકાદો ફરજિયાતપણે સંભળાવવો પડશે.

ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે ‘પીલા પાહન વિરુદ્ધ ઝારખંડ રાજ્ય’ કેસની સુનાવણી કરતી વખતે આ ઐતિહાસિક ગાઈડલાઈન્સ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ચુકાદાઓ આપવામાં થતો વિલંબ ન્યાય વ્યવસ્થા પરના જનતાના વિશ્વાસને નબળો પાડે છે. ખાસ કરીને જ્યારે વાત વ્યક્તિગત સ્વતંત્રતા (Personal Liberty) સાથે જોડાયેલા કેસોની હોય, ત્યારે આવી બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી મુખ્ય ગાઈડલાઈન્સ અને દિશા-નિર્દેશો નીચે મુજબ છે.

Join Our WhatsApp Group

૧. સુરક્ષિત ચુકાદાઓ માટે ૩ મહિનાની ડેડલાઈન

હાઈકોર્ટમાં કોઈપણ કેસની અંતિમ દલીલો (Final Arguments) પૂર્ણ થયા બાદ જો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવે, તો તે વધુમાં વધુ ૩ મહિનાની અંદર સંભળાવવો જોઈએ. આ ઉપરાંત, અંતિમ દલીલો પૂર્ણ થવાની અને ચુકાદો સુરક્ષિત રાખ્યાની તારીખ હાઈકોર્ટની વેબસાઇટ પર ફરજિયાતપણે દેખાવી જોઈએ.

૨. જામીન (Bail) અરજીઓ પર ૨૪ કલાકમાં નિર્ણય

તે જ દિવસે આદેશ: સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા અને જામીન સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ આદર્શ રીતે તે જ દિવસે આદેશ સંભળાવી દેવો જોઈએ.

મહત્તમ ૨૪ કલાકની મર્યાદા: જો કોઈ અનિવાર્ય કારણસર જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખવો પડે, તો પણ તે મહત્તમ ૨૪ કલાકમાં એટલે કે બીજા જ દિવસે સંભળાવવો જોઈએ. એટલું જ નહીં, આ ચુકાદાને તાત્કાલિક ધોરણે કોર્ટની વેબસાઇટ પર અપલોડ પણ કરવો પડશે.

આ પણ વાંચો – ઇન્ડિયા ગઠબંધનની 6 જૂને બેઠક, ભાજપ સામે વિપક્ષ કેટલો એકજૂથ થઈ શકશે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઇન્ડિયા ગઠબંધનની 6 જૂને બેઠક, ભાજપ સામે વિપક્ષ કેટલો એકજૂથ થઈ શકશે?
Next: NEET ના પેપર વાયુસેના દ્વારા મોકલવાની તૈયારી, વિપક્ષના સવાલ- આ સરકારની નિષ્ફળતા નહીં તો શું છે?

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.