Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખુશીનો પ્રસંગ માતમના ફેરવાયો: વલસાડના કપરાડામાં લગ્નપ્રસંગથી પરત ફરતી પીકઅપ વાન પલટી, 6ના મોત

ખુશીનો પ્રસંગ માતમના ફેરવાયો: વલસાડના કપરાડામાં લગ્નપ્રસંગથી પરત ફરતી પીકઅપ વાન પલટી, 6ના મોત

gujaratex@gmail.com April 22, 2026
BABA - 2026-04-22T175003.969

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કપરાડાના વીરક્ષેત્ર ગામે 22 એપ્રિલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવાર અને સંબંધીઓના ખુશીના પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયું છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપી આનંદ-કિલ્લોલ સાથે પરત ફરી રહેલા મહેમાનો પર કાળે તરાપ મારી છે. આ કરૂણ દુર્ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

બ્રેક ફેઈલ થતા સર્જાયો કાળમુખો અકસ્માત

ઘટનાની વિગતો મુજબ, એક પીકઅપ વાનમાં લગ્ન પ્રસંગના મહેમાનો સવાર થઈને પરત ફરી રહ્યા હતા. વીરક્ષેત્ર ગામ પાસેના એક ઊભા ચઢાણ પર જ્યારે વાન ચઢી રહી હતી, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ચઢાણ પર વાનની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન આપતા વાન પર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને વાન પાછળની તરફ એટલે કે રિવર્સમાં ખૂબ જ ઝડપથી ઉતરવા લાગી હતી. રિવર્સમાં આવતી વાન બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી.

Join Our WhatsApp Group

6ના કરૂણ મોત અને અનેક ઈજાગ્રસ્ત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક પણ મળી નહતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, વાનમાં સવાર અન્ય 28 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. 10 જેટલા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

સ્થાનિકોની મદદ અને હોસ્પિટલની દોડધામ

અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ચીસો અને આક્રંદ વચ્ચે સ્થાનિકોએ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કપરાડા અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઈજાગ્રસ્તો માટે ડોક્ટરોની ખાસ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

પરિવારમાં શોકનું મોજું

લગ્નના ગીતો અને આનંદના માહોલ વચ્ચે પરત ફરી રહેલા આ લોકોના ઘરે હવે માતમ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ હોસ્પિટલ ખાતે સગા-સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વલસાડ જિલ્લામાં અરેરાટી ફેલાવી દીધી છે. ડુંગરાળ વિસ્તારમાં વાહનોની સ્થિતિ અને ઓવરલોડિંગ સામે પણ સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો – હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ : ઈરાને મુંદ્રા આવતા જહાજને કર્યો કબ્જે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ : ઈરાને મુંદ્રા આવતા જહાજનો કર્યો કબ્જે
Next: કેન્દ્રના વ્યાપક જ્વોઇન્ટ સેક્રેટરી એમ્પેનલમેન્ટમાં ગુજરાતના CM સચિવ વિક્રાંત પાંડેયનો સમાવેશ

Related News

BABA - 2026-04-23T203120.528

GFGNLના GM કલ્પેશકુમાર પટેલ સામે ACBમાં ફરિયાદ : પ્રાઇવેટ કંપનીમાં સંડોવણી અને ડાર્ક ફાઇબર ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ

gujaratex@gmail.com April 23, 2026
Untitled

સુરત રેલ્વે સ્ટેશન પર રવિવારે શું થયું? કેમ નથી રોકાતો પ્રવાસી મજૂરોનો પલાયન?

gujaratex@gmail.com April 20, 2026
BABA - 2026-04-19T154028.969

GFGNLના GM કલ્પેશકુમાર પટેલ પર આર્થિક અપરાધ અને સરકારી દસ્તાવેજોમાં આપરાધિક ક્ષેત્રપિંડીનો ગંભીર આક્ષેપ

gujaratex@gmail.com April 19, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જીવન, થાક અને પસંદગીની નૈતિકતા
  • પંજાબમાં હવે ધર્મગ્રંથની બેઅદબી કરનારને આજીવન કેદ : જાણો શું છે નવા કાયદાની કડક જોગવાઈઓ
  • ભારત વિશે ટ્રમ્પના આપત્તિજનક નિવેદન પર ઈરાનનો વીડિયો વાયરલ
  • બંગાળમાં 92% મતદાનઃ પ્રથમ તબક્કામાં જ આ રેકોર્ડ મતદાનનો શું અર્થ છે?
  • GFGNLના GM કલ્પેશકુમાર પટેલ સામે ACBમાં ફરિયાદ : પ્રાઇવેટ કંપનીમાં સંડોવણી અને ડાર્ક ફાઇબર ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.