Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • FBI ડાયરેક્ટર કાશ પટેલને ટ્રમ્પ પ્રશાસનમાંથી પડતા મૂકવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ

FBI ડાયરેક્ટર કાશ પટેલને ટ્રમ્પ પ્રશાસનમાંથી પડતા મૂકવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T101357.569
  • ટ્રમ્પ પ્રશાસનમાંથી કાશ પટેલની થઈ શકે છે બાદબાકી: FBI ડાયરેક્ટર પદ પરથી હટાવવાની અટકળો તેજ
  • શું કાશ પટેલ FBI ડાયરેક્ટર તરીકેની ખુરશી ગુમાવશે? દારૂના વિવાદ અને ગેરહાજરીના ગંભીર આરોપો બાદ ટ્રમ્પ લઈ શકે છે મોટો નિર્ણય

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રમાં ભારતીય મૂળના FBI ડાયરેક્ટર કાશ પટેલની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસન તેમને ટૂંક સમયમાં પદ પરથી હટાવી શકે છે. વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાના થોડા સમય પહેલા જ આ અહેવાલ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ‘પોલિટિકો’ના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે, કાશ પટેલને કાઢી મૂકવા એ હવે માત્ર ‘સમયની વાત’ છે.

કોણ છે કાશ પટેલ?

મૂળ ભારતીય એવા કાશ પટેલ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી કટ્ટર સમર્થકોમાંના એક રહ્યા છે. તેમણે ‘ડીપ સ્ટેટ’ પર પુસ્તક લખ્યું છે અને ટ્રમ્પના ‘MAGA’ (મેક અમેરિકા ગ્રેટ અગેન) અભિયાનમાં ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓને જોરશોરથી ઉઠાવ્યા હતા. ટ્રમ્પે તેમની વફાદારી જોઈને તેમને FBI ના ડાયરેક્ટર બનાવ્યા હતા, પરંતુ તેમના 14 મહિનાના કાર્યકાળમાં તેઓ સતત વિવાદોમાં રહ્યા છે.

Join Our WhatsApp Group

દારૂના સેવન અને બેજવાબદારીના ગંભીર આરોપો

કાશ પટેલ સામેનો સૌથી મોટો વિવાદ તેમના દારૂ પીવાની આદત સાથે જોડાયેલો છે. ‘ધ એટલાન્ટિક’ મેગેઝિનના રિપોર્ટ અનુસાર, પટેલ વારંવાર અતિશય દારૂનું સેવન કરે છે, જેના કારણે તેઓ અનેકવાર નશાની હાલતમાં જોવા મળ્યા છે. વોશિંગ્ટનના ‘નેડ્સ ક્લબ’ અને લોસ વેગાસના ‘પૂડલ રૂમ’ જેવા સ્થળોએ તેમની હાજરી અને વર્તનને લઈને પ્રશ્નો ઉઠ્યા છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના આ વર્તનને કારણે ઘણી મહત્વની મીટિંગ્સ રદ કરવી પડી છે અથવા પાછી ઠેલવી પડી છે. વહીવટીતંત્રના અધિકારીઓ ચિંતિત છે કે જો દેશ પર કોઈ આતંકવાદી હુમલો જેવી કટોકટી સર્જાય, તો FBI ચીફની આવી સ્થિતિ સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.

ભૂતકાળની ધરપકડ અને કાયદાકીય મુશ્કેલીઓ

‘ધ ઇન્ટરસેપ્ટ’ અને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલો મુજબ, કાશ પટેલે પોતે સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં તેમની બે વાર ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ વખત કોલેજકાળ દરમિયાન સગીર વયે દારૂ પીવા બદલ અને બીજી વખત ન્યૂયોર્કમાં લો સ્ટુડન્ટ તરીકે જાહેર રોડ પર પેશાબ કરવા બદલ તેમની સામે કાર્યવાહી થઈ હતી.

સ્ક્રીનિંગ ટેસ્ટની માંગ અને માનહાનિનો દાવો

હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટ્સ હવે માંગ કરી રહ્યા છે કે કાશ પટેલનો ‘સ્ક્રીનિંગ ટેસ્ટ’ કરવામાં આવે, જેથી તેમના દારૂ પીવાના નુકસાનકારક પેટર્નની તપાસ થઈ શકે. બીજી તરફ, કાશ પટેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે તેઓ ક્યારેય ડ્યુટી દરમિયાન નશામાં રહ્યા નથી. તેમણે પોતાની છબી ખરાબ કરવા બદલ ‘ધ એટલાન્ટિક’ સામે 25 કરોડ ડોલર (આશરે ₹2100 કરોડ)નો માનહાનિનો દાવો પણ માંડ્યો છે.

આ પણ વાંચો – ઈરાની સાંસદે અમેરિકા સાથેના વાટાઘાટોમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર સવાલ ઉઠાવ્યા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાની સાંસદે અમેરિકા સાથેના વાટાઘાટોમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર સવાલ ઉઠાવ્યા
Next: ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થીની કોશિશ તેજ: ઈરાની વિદેશ મંત્રી 24 કલાકમાં બીજીવાર ઈસ્લામાબાદ પહોંચ્યા, ટ્રમ્પે કહ્યું- ‘યુદ્ધ જલ્દી ખતમ થશે’

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.