Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ભાવનગરમાં ચેક બાઉન્સના કેસમાં હીરા વેપારીને કડક સજા : 1 વર્ષની જેલ સાથે 43.20 લાખનો દંડ

ભાવનગરમાં ચેક બાઉન્સના કેસમાં હીરા વેપારીને કડક સજા : 1 વર્ષની જેલ સાથે 43.20 લાખનો દંડ

gujaratex@gmail.com March 4, 2026
2

ભાવનગર : હીરાના વેપારમાં થયેલા વિવાદમાં ચેક બાઉન્સના આરોપમાં એક વેપારીને કોર્ટે સખત સજા ફટકારી છે. બોટાદના પાળિયાદ રોડ, દર્શન સોસાયટીના રહેવાસી હરેશભાઈ ભુપતભાઈ ખાચરે ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા બિપીન ભરતભાઈ કણઝરિયા પાસેથી હીરાની ખરીદી કરી હતી.

મિત્રતા વધારીને બિપીને ત્રણ અલગ-અલગ ચેક દ્વારા કુલ 21 લાખ 60 હજાર રૂપિયાની રકમ હાથઉછીની લીધી હતી. આ રકમ 6 મહિનામાં પરત ચૂકવવાના કરાર સાથે લેઝર પેપર પર લેખિત કરાર કરાયો હતો અને ચેક પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ચેક બેંકમાં રજૂ થતાં તે બાઉન્સ થયા હતા.

આને કારણે હરેશભાઈએ પોતાના વકીલ મારફતે બોટાદની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી. લાંબી કાનૂની કાર્યવાહી પછી ન્યાયાધીશ બી.જી. સોલંકીએ આરોપી બિપીન કણઝરિયાને દોષિત જાહેર કર્યા.

Join Our WhatsApp Group

કોર્ટનો હુકમ

1 વર્ષની સાદી કેદ (સાદી જેલ)
ચેકની બમણી રકમ એટલે કે 43 લાખ 20 હજાર રૂપિયાનો દંડ
દંડ ન ભરવાના કિસ્સામાં વધારાના 3 મહિનાની સાદી કેદ
દંડની રકમમાંથી ફરિયાદી હરેશભાઈને 21 લાખ 60 હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવવાના આદેશ

આ કેસ હીરા વેપારના ક્ષેત્રમાં થતા નાણાકીય વિવાદો અને ચેકના દુરુપયોગના મામલામાં એક મહત્વનું ઉદાહરણ બની રહ્યું છે. વેપારીઓએ નાણાકીય વ્યવહારમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે.

આ પણ વાંચો- ઈરાનમાં સ્કૂલ હુમલામાં માર્યા ગયેલી 160 વિદ્યાર્થીનીઓના જનાઝામાં સેંકડો લોકો ઉમટ્યા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાનને નવો સુપ્રીમ લીડર મળ્યો, અસેમ્બલી ઑફ એક્સપર્ટ્સે મોજતબા ખામેનેઈના નામ પર મારી મહોર
Next: મિડલ ઇસ્ટનું રહસ્ય : અરામકો હુમલામાં ઇઝરાયેલનું કનેક્શન અને સાઉદીનો ઐતિહાસિક ઇન્કાર

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.