Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • બંગાળ એક્ઝિટ પોલ: મમતાનું ‘શાસન’ કે ભાજપનું ‘પરિવર્તન’? અલગ-અલગ એક્ઝિટ પોલમાં વિરોધાભાસી તારણો

બંગાળ એક્ઝિટ પોલ: મમતાનું ‘શાસન’ કે ભાજપનું ‘પરિવર્તન’? અલગ-અલગ એક્ઝિટ પોલમાં વિરોધાભાસી તારણો

gujaratex@gmail.com April 29, 2026
BABA (5)

કોલકાતા/નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે જ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે.

મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે, જે રાજ્યમાં કોની સરકાર બનશે તેના સંકેતો આપી રહ્યા છે. જોકે, એક્ઝિટ પોલ માત્ર એક અનુમાન હોય છે અને અંતિમ પરિણામો 4 મેના રોજ યોજાનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.

પશ્ચિમ બંગાળ: એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર

Join Our WhatsApp Group

બંગાળની કુલ 294 બેઠકો પર બહુમતી માટે 148 બેઠકોની જરૂર છે. વિવિધ એક્ઝિટ પોલ્સ અહીં અલગ-અલગ વાર્તા કહી રહ્યા છે:

P-MARQ એક્ઝિટ પોલ: આ પોલ મુજબ ભાજપને 150-175 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે TMC ને 118-138 બેઠકો અને અન્યને 2-6 બેઠકો મળવાનો અંદાજ છે.

મેટ્રાઈઝ (Matrize) એક્ઝિટ પોલ: અહીં પણ ભાજપ આગળ દેખાય છે, જેમને 146-161 બેઠકો અને TMC ને 125-140 બેઠકો મળવાની શક્યતા છે. અન્યને 6-10 બેઠકો મળી શકે છે.

ચાણક્ય સ્ટ્રેટેજીઝ એક્ઝિટ પોલ: આ એક્ઝિટ પોલ પણ ભાજપના પક્ષમાં ઝુકાવ દર્શાવે છે, જેમાં ભાજપને 150-160 બેઠકો અને TMC ને 130-140 બેઠકો મળવાનો અંદાજ છે. અન્યને 6-10 બેઠકો મળી શકે છે.

પીપલ્સ પલ્સ (People’s Pulse) એક્ઝિટ પોલ: અન્ય પોલ્સથી વિપરીત, આ સર્વેમાં મમતા બેનર્જીની TMC ને 177-187 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દર્શાવી છે. જ્યારે ભાજપને 95-110, કોંગ્રેસને 1-3 અને લેફ્ટને 0-1 બેઠક મળવાની સંભાવના છે.

આ પણ વાંચો – EXIT Poll : તમિલનાડુમાં DMK, આસામમાં ભાજપ અને કેરળમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવા એંધાણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: શ્રી મદનમોહનજી મહારાજનો ૨૦૦મો પાટોત્સવ: ધોલેરા ધામ ખાતે ભવ્ય જળયાત્રા, રાજોપચાર પૂજન અને સેવાકાર્યોની સરવાણી વહી
Next: ઈરાનની ગંભીર ચેતવણી: “જો ફરી યુદ્ધ થયું તો અમેરિકા વિરુદ્ધ એવા હથિયાર વાપરીશું કે દુશ્મન કાંપવા લાગશે”

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.