Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અકસ્માત વળતર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : મૃત્યુ પછી ભરેલું ITR પણ ગણાશે માન્ય પુરાવો

અકસ્માત વળતર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : મૃત્યુ પછી ભરેલું ITR પણ ગણાશે માન્ય પુરાવો

gujaratex@gmail.com May 6, 2026
BABA (9)

ITR અને અકસ્માત વળતર: હાઈકોર્ટે વળતરની રકમમાં કર્યો 6 લાખનો વધારો

અમદાવાદ: મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેના નિધન બાદ તેના વારસદારો દ્વારા ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની ગણતરી માટે કાયદેસરનો પુરાવો ગણાશે. આ ચુકાદાથી અકસ્માતનો ભોગ બનનાર પરિવારોને મોટી રાહત મળશે.

શું હતો સમગ્ર મામલો?

Join Our WhatsApp Group

વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને માસિક અંદાજે 30 હજાર રૂપિયાની કમાણી કરતો હતો. મૃતકના પરિવારજનોએ વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે એવું કહીને વળતર ઓછું આપ્યું હતું કે મૃત્યુ પછી ફાઈલ કરાયેલા આઈટીઆરને પુરાવા તરીકે ગણી શકાય નહીં. આ આદેશ સામે પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટની મહત્વની ટકોર

જસ્ટિસ દ્વારા આ મામલે સુનાવણી કરતા જણાવવામાં આવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ ખામીઓને આધારે સાચા પુરાવાઓને નકારી શકાય નહીં. જો આવું કરવામાં આવે તો ન્યાયના મૂળ હેતુને નુકસાન થાય છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન અત્યંત જરૂરી છે, કારણ કે તેના પર આખા આશ્રિત પરિવારનું ભવિષ્ય નિર્ભર હોય છે.

વળતરની રકમમાં વધારો

હાઈકોર્ટે ટ્રિબ્યુનલના નિર્ણયને સુધારીને વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે. અગાઉ મંજૂર થયેલા 34.53 લાખ રૂપિયાના વળતરને વધારીને હવે 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વીમા કંપનીને આદેશ આપ્યો છે કે વધારાની રકમ 6 સપ્તાહમાં વ્યાજ સાથે જમા કરાવવી.

 

આ પણ વાંચો – બંગાળમાં જનસંઘથી ભાજપ સુધી: શૂન્યથી 200 પાર, રાજકીય ઇતિહાસનો સૌથી મોટો પલટો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બંગાળમાં જનસંઘથી ભાજપ સુધી: શૂન્યથી 200 પાર, રાજકીય ઇતિહાસનો સૌથી મોટો પલટો
Next: જેલમાંથી છૂટીને ફરી મોતનો વેપાર: સુરતની મમતા હોસ્પિટલમાં ચાલતા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.