Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડતાલધામમાં ભક્તિ અને સન્માનનો ત્રિવેણી સંગમ : સાંસદ દેવુસિંહ ચૌહાણનું આચાર્યશ્રી અને સંતો દ્વારા ભવ્ય અભિવાદન

વડતાલધામમાં ભક્તિ અને સન્માનનો ત્રિવેણી સંગમ : સાંસદ દેવુસિંહ ચૌહાણનું આચાર્યશ્રી અને સંતો દ્વારા ભવ્ય અભિવાદન

gujaratex@gmail.com May 7, 2026
3
  • વડતાલધામ: સહજાનંદી બાળ યુવા શિબિરના પ્રારંભે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું સંતો દ્વારા પાઘ પહેરાવી સ્વાગત
  • ડો. દેવુસિંહ ચૌહાણનું વડતાલધામમાં બહુમાન: આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સાંસદનું વિશિષ્ટ અભિવાદન

ખેડાના લોકપ્રિય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણને તાજેતરમાં ભોપાલની પ્રતિષ્ઠિત LNCT વિશ્વવિદ્યાલય દ્વારા ‘માનદ ડોક્ટરેટ’ની પદવી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી ઉપલબ્ધિ બદલ આજે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વરિષ્ઠ સંતો દ્વારા તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભગવાનના ચરણોમાં સમર્પિત કરી પદવી

આજથી વડતાલધામમાં ‘સહજાનંદી બાળ યુવા શિબિર’ના દશાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે દેવુસિંહ ચૌહાણએ વડતાલ મુકામે પધારી આચાર્યશ્રી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે પોતાની આ ડોક્ટરેટની પદવી સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી શીશ ઝુકાવ્યું હતું.

Join Our WhatsApp Group

સન્માન જિલ્લાના નાગરિકોને અર્પણ

સંસ્થા દ્વારા કરવામાં આવેલા સન્માનનો પ્રતિભાવ આપતા દેવુસિંહજીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, “આ સન્માન ખરેખર મારા જિલ્લાના નાગરિકોનું સન્માન છે અને હું તેમને જ આ અર્પણ કરું છું. વડતાલ સંસ્થાએ બાળ ઘડતરનું જે વિરાટ કાર્ય કર્યું છે તે પ્રશંસનીય છે અને તેની સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને મળતું રહે છે તે મારા માટે આનંદની વાત છે.”

ભવ્ય સ્વાગત અને અભિવાદન

શિબિર સ્થળ પર પધારતા જ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી કન્યાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની ગરિમામય ઉપસ્થિતિમાં દેવુસિંહજીએ દીપ પ્રાગટ્ય કરી શિબિર ખુલ્લી મૂકી હતી. મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, પૂ. નૌતમ સ્વામી, અને પૂ. શુકદેવ સ્વામીએ ટ્રસ્ટીઓ સાથે મળીને તેમને હાર, ખેસ અને પાઘ પહેરાવી વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂ. ગોવિંદ સ્વામી, પૂ. શ્રીવલ્લભ સ્વામી સહિત અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?
Next: તમિલનાડુમાં સરકાર રચના વિવાદ, રાજ્યપાલની શરત સંવિધાનિક પરંપરાઓ સામે પ્રશ્નચિહ્ન

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.