Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

gujaratex@gmail.com June 2, 2026
1
  • ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક
  • સાયબર ક્રાઈમ સામે ગુજરાત સરકારનું મેગા ઓપરેશન: 913 મ્યૂલ એકાઉન્ટ ફ્રીઝ, 638 ની ધરપકડ
  • સાયબર ગુનેગારો પર સકંજો: 2289 કરોડના ફ્રોડનો પર્દાફાશ, હવે RBI પણ AI ની મદદથી કરશે કાર્યવાહી

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

શું છે મ્યૂલ અકાઉન્ટ?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

Join Our WhatsApp Group

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ની રણનીતિ

વર્ષ 2025 માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. આ ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો. આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ની મુખ્ય સિદ્ધિઓ

કુલ FIR: 565

કુલ ધરપકડ: 638

મ્યૂલ અકાઉન્ટ પર કાર્યવાહી: 913

ગુનાઓની ઓળખ: 4052 (ગુજરાતમાં 491)

આર્થિક ફ્રોડ મૂલ્ય: ₹2289 કરોડ

ઓપરેશનના લીધે એટીએમ, ચેક દ્વારા ઉપાડમાં નોંધાયેલો ઘટાડો

ચેક દ્વારા ઉપાડમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો.

માસિક ચેક ઉપાડ 126 કરોડથી ઘટીને 25 કરોડ થયા, જે 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.

પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ (જ્યાં સૌથી પહેલા પૈસા જમા થાય છે) ની સંખ્યામાં ઓગષ્ટથી ડિસેમ્બર 2025 સુધીમાં 30 ટકાનો ઘટાડો.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધીમાં એટીએમ ઉપાડમાં 66 ટકા જેટલો ઘટાડો.

RBI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે

મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય. આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. IDPIC ને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે.

ડિજિટલ ક્ષેત્રે ભારતની ક્રાંતિ અને સાયબર સુરક્ષાની આવશ્યકતા

સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ સામે નાગરિકોએ ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ પ્રક્રિયાઓ કરવા જણાવ્યું છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે, જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી. બ્રોડબેન્ડ કનેક્શનમાં પણ 16 ટકાનો વધારો થયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે. તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

આ પણ વાંચો – ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે
Next: સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ

Related News

BABA - 2026-05-30T131811.608

ખાખીમાં ધબકતું માનવતાનું હૃદય: જામીનમુક્ત નિરાધાર મહિલા અને નવજાત શિશુને ગુજરાત પોલીસે છેક મધ્યપ્રદેશ પહોંચાડ્યા

gujaratex@gmail.com May 30, 2026
BABA (98)

ખેતરમાં તારની વાડ બનાવવા હવે મળશે વધુ સહાય: પ્રતિ મીટરનો દર રૂ. 200થી વધારી રૂ. 300 કરાયો

gujaratex@gmail.com May 27, 2026
BABA (96)

DGPએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ: ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાના બદલે ઓનલાઈન જુબાની આપી નવો રાહ ચીંધ્યો

gujaratex@gmail.com May 26, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.