Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?

CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?

gujaratex@gmail.com June 23, 2026
BABA (6)

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડતા કુખ્યાત બૂટલેગરો હવે સીધા રાજ્યના મુખ્યમંત્રીના મતવિસ્તાર એવા ઘાટલોડિયામાં ઘૂસીને વિદેશી દારૂ સપ્લાય કરવાની હિંમત કરી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ પીસીબી (Prevention of Crime Branch) દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાંદલોડિયા AMTS બસ સ્ટેન્ડ પાસે ફિલ્મી ઢબે ઘેરાબંધી કરીને એક રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન લક્ઝુરિયસ ફોર્ચ્યુનર અને ક્રેટા કારમાંથી ગુપ્ત ખાનામાં સંતાડેલી વિદેશી દારૂ અને પ્રીમિયમ બિયરની ૧,૨૫૩ બોટલો ઝડપી પાડવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી જ અમદાવાદ શહેરના લિસ્ટેડ અને અનેક એજન્સીઓના ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બૂટલેગર રામોલના સલીમ તોતા (સલીમ ઉર્ફે તોતો) સહિત ૪ શખ્સોને રંગેહાથ દબોચી લીધા છે. પીસીબીએ દારૂના જથ્થા ઉપરાંત ૩ કિંમતી કાર, મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ રૂ. ૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ માલ મહેસાણાના કડીથી લાવવામાં આવી રહ્યો હતો.

સલીમ તોતાને CMના વિસ્તારમાં ઘૂસવાની હિંમત ક્યાંથી આવી?

Join Our WhatsApp Group

આ હાઈપ્રોફાઇલ રેડ બાદ હવે પોલીસ બેડા અને રાજકીય ગલિયારાઓમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. રામોલ વિસ્તારનો કુખ્યાત બૂટલેગર સલીમ તોતા છેક પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા સુધી માલ પહોંચાડવાની હિંમત કેવી રીતે કરી શક્યો? પીસીબીના મતે ભલે આ જથ્થો ‘રનિંગ’ (પસાર થતો) હતો, પરંતુ મૂળ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સલીમ તોતા આ વિસ્તારમાં માત્ર ‘ફરવા’ નીકળ્યો હતો કે પછી આ કરોડોનો માલ એ જ વિસ્તારમાં ‘પાર્ક’ થવાનો હતો?

‘વહીવટદાર’ અનિરુદ્ધ સિંહનું શંકાસ્પદ કનેક્શન!

પોલીસ સૂત્રો પાસેથી મળતી અત્યંત વિશ્વસનીય માહિતી મુજબ, આ સમગ્ર ખેલ પાછળ એક મોટા વહીવટદારનું નામ સામે આવી રહ્યું છે. રામોલ વિસ્તારમાં વહીવટ કરતો અનિરુદ્ધ સિંહ નામનો વહીવટદાર હાલમાં ઘાટલોડિયામાં પણ વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યો છે. પોલીસ બેડામાં ગણગણાટ છે કે, “શું સલીમ તોતા આ વહીવટદાર અનિરુદ્ધ સિંહના ગ્રીન સિગ્નલ અને ઈશારા પ્રમાણે જ CMના સેફ ગણાતા વિસ્તારમાંથી માલ પસાર કરી રહ્યો હતો કે પછી ક્યાંક ત્યાં જ પાર્ક કરવાનો પ્લાન હતો?”

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ: ઊંડાણપૂર્વકની તપાસ થાય તો અનેક રહસ્યો ખુલશે

આ રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને શંકાસ્પદ ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ એક સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઘાટલોડિયા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ મળી આવ્યા હતા, જે બાદ સ્થાનિક PIની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.

સ્થાનિક પોલીસની નાક નીચેથી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ ગાડીઓમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી અને સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું. ગુનાહિત ઇતિહાસ ધરાવતો સલીમ તોતા વિદેશી દારૂના મોટા કારોબાર માટે કુખ્યાત છે. જો પીસીબી દ્વારા કરવામાં આવેલી આ રેડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો આ વહીવટદાર અને બૂટલેગરની સાંઠગાંઠની સાથે-સાથે ખાખીના અનેક મોટા રહસ્યો પરથી પણ પડદો ઊંચકાઈ શકે તેમ છે.

આ પણ  વાંચો – અમદાવાદમાં એન્ટી-બેગિંગ ડ્રાઈવ શરૂ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ કરી શાળામાં અપાશે પ્રવેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદમાં એન્ટી-બેગિંગ ડ્રાઈવ શરૂ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ કરી શાળામાં અપાશે પ્રવેશ
Next: લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

Related News

BABA (10)

બાળ મજૂરી, માનવ તસ્કરી અને ભિક્ષાવૃત્તિ સામે મોટું અભિયાન: 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનો બચાવ

gujaratex@gmail.com June 24, 2026
BABA (5)

અમદાવાદમાં એન્ટી-બેગિંગ ડ્રાઈવ શરૂ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ કરી શાળામાં અપાશે પ્રવેશ

gujaratex@gmail.com June 23, 2026
Untitled

અમદાવાદ કોંગ્રેસમાં સત્તા નહીં, પરંતુ સંદેશાનો સવાલ: કોણ બનશે વિરોધ પક્ષનો નેતા?

gujaratex@gmail.com June 19, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • બાળ મજૂરી, માનવ તસ્કરી અને ભિક્ષાવૃત્તિ સામે મોટું અભિયાન: 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનો બચાવ
  • નિકોલ જ્વેલરી ચોરીમાં પોલીસનો ‘ખેલ’: 100% રિકવરીની બાજી બગાડી, ક્રાઇમ બ્રાન્ચ-નિકોલ પોલીસ આમને-સામને
  • શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો
  • લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા
  • CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.