નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ રાજધાની દિલ્હીના જંતર-મંતર પર અભૂતપૂર્વ અને તંગ સ્થિતિ જોવા મળી રહી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે ‘સંસદ માર્ચ’ (ચલો સંસદ) નું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ આહ્વાનને પગલે હજારોની સંખ્યામાં છાત્રો, યુવાનો અને નાગરિકો જંતર-મંતર પહોંચ્યા છે, જેમને ‘જેન ઝી’ (Gen Z) તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જોકે, દિલ્હી પોલીસની કાર્યવાહી અને કડક બંદોબસ્તને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
જંતર-મંતર સીલ, સંસદ માર્ચ શરૂ થતાં જ ઘર્ષણના અહેવાલ
દિલ્હી પોલીસે જંતર-મંતરને સંપૂર્ણપણે સીલ કરી દીધું છે અને કોઈને પણ સંસદ ભવન તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. CJP નો દાવો છે કે સંસદ કૂચ શરૂ થતાં જ પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાતચીત મોડી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને CJP નેતાઓ વચ્ચે સતત મંત્રણા ચાલી રહી છે, પરંતુ પ્રદર્શનકારીઓ પાછળ હટવા તૈયાર નથી.
Security forces and protesters clash at Jantar Mantar during Parliament March. pic.twitter.com/YEP26Hccak
— WarMonitor (@WarMonitorINTL) July 20, 2026
દિલ્હી પોલીસના આંકડા મુજબ, ઘટનાસ્થળે ૮૦૦૦ જેટલા પ્રદર્શનકારીઓ એકઠા થયા છે, જેમને રોકવા માટે વોટર કેનન અને ટીયર ગેસ સાથે ૫૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. નવી દિલ્હી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા BNSS ની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. જોકે, પોલીસે હિંસા કે લાઠીચાર્જની ઘટનાને રદિયો આપતા કહ્યું છે કે પરિસ્થિતિને સંપૂર્ણ વ્યવસાયિક રીતે સંભાળવામાં આવી રહી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
પથ્થર ભરેલા ટ્રક અને CCTV બંધ કરાયાનો ગંભીર આક્ષેપ
આંદોલનકારીઓએ પોલીસ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. CJP ના સ્થાપક અભિજીત દિપકે અને સૌરવ દાસે સોશિયલ મીડિયા (X) પર આશંકા વ્યક્ત કરી છે કે પ્રદર્શન સ્થળ પર પથ્થરોથી ભરેલા ટ્રક ઉભા રાખવા તે કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે, જેથી શાંતિપૂર્ણ પ્રદર્શનને બદનામ કરી શકાય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે માત્ર બેરિકેડ્સ અને મેટલ ડિટેક્ટર જ નથી હટાવ્યા, પરંતુ આસપાસના CCTV કેમેરા પણ બંધ કરી દીધા છે.
Truck loaded with stones have been parked at Jantar Mantar.
What are the police authorities upto? Are they orchestrating stone-pelting on the peaceful CJP protesters? pic.twitter.com/luwTkVWI7S
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 20, 2026
વિપક્ષના નેતાઓ અને હસ્તીઓનું આંદોલનને સમર્થન
આ યુવા આંદોલનને AAP, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC અને શિવસેના (UBT) નું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને આતિશી ઉપરાંત આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ જંતર-મંતર પહોંચ્યા હતા. ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, “એક ભારતીય યુવા હોવાને નાતે હું યુવાનોનું દર્દ સમજું છું અને તેમની ઢાલ બનવા આવ્યો છું.” આ ઉપરાંત અભિનેતા પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર, શબાના આઝમી અને TMC સાંસદ મહુઆ મોઇત્રા પણ સમર્થનમાં ઉતર્યા છે.
🚨The Delhi Police is not just removing barricades, but also removing metal detectors and have SWITCHED OFF the CCTV cameras! Troops are being withdrawn too! What is being planned exactly? pic.twitter.com/ennj9DQyXR
— Saurav Das (@SauravDassss) July 19, 2026
સોનમ વાંગચૂકની ૩ શરતો અને માત્ર ૩ નારા લગાવવાની અપીલ
આંદોલનમાં ઘૂસણખોરી અને બદનામી ટાળવા CJP પ્રવક્તા આશુતોષ રાંકાએ પ્રદર્શનકારીઓને માત્ર ત્રણ જ નારા લગાવવા અપીલ કરી છે: ‘ભારત માતા કી જય’, ‘ધર્મેન્દ્ર પ્રધાન ઈસ્તીફા દો’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’. ભૂતકાળમાં JNU આંદોલનમાં ખોટા નારા લગાવીને બદનામ કરવાના ષડયંત્રમાંથી પાઠ ભણીને આ નિર્ણય લેવાયો છે.
દરમિયાન, સ્વાસ્થ્ય લથડતા જાણીતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલના બિછાનેથી સોનમ વાંગચૂકે સોમવારે (૨૦ જુલાઈ) પોતાનું અનશન તોડવા માટે સરકાર સમક્ષ ૩ શરતો મૂકી છે.
WHEN WILL I END THE FAST….!
Not withstanding my health my fast continues till after the Sansad Chalo March, and will be broken only under the following circumstances… pic.twitter.com/kaOGx2Nk4T— Sonam Wangchuk (@Wangchuk66) July 20, 2026
૧. કેન્દ્ર સરકાર શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક મામલે પોતાની ‘જવાબદારી’ સ્વીકારે.
૨. CJP નેતાઓને સંસદ સુધી જવાની મંજૂરી અપાય અને સાંસદો દ્વારા તેમને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનો ભરોસો અપાય.
૩. જો સ્વાસ્થ્યના કારણે તેઓ સંસદ સુધી ન જઈ શકે, તો સાંસદો અને વિવિધ પક્ષના નેતાઓ હોસ્પિટલ આવીને તેમને લેખિત ખાતરી આપે.
સોનમ વાંગચૂકને હોસ્પિટલ લઈ જવાયા બાદ CJP ના સ્થાપક અભિજીત દિપકેએ અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે અને સમર્થકોને રાતભર જંતર-મંતર પર ડટેલા રહેવાની હાકલ કરી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં NEET પેપર લીક અને સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, શિક્ષણમંત્રીના રાજીનામાની ઉઠી માંગ
