Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદમાં NEET પેપર લીક અને સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, શિક્ષણમંત્રીના રાજીનામાની ઉઠી માંગ

અમદાવાદમાં NEET પેપર લીક અને સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, શિક્ષણમંત્રીના રાજીનામાની ઉઠી માંગ

gujaratex@gmail.com July 20, 2026
BABA (77)
  • લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પર હોબાળો: ‘ભાજપ હાય હાય’ ના નારા લગાવતા પ્રદર્શનકારીઓની પોલીસે કરી અટકાયત

અમદાવાદ શહેરના ધમધમતા એવા લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ‘હેપ્પી સ્ટ્રીટ’ નજીક આજે (૨૦ જુલાઈ) ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર NEET (UG) પેપર લીક કાંડ અને લદ્દાખના હકો માટે લડી રહેલા પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકારની નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

શિક્ષણમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ

દેખાવકારોએ હાથમાં મોટા બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાસ કરીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર NEET પરીક્ષામાં થયેલી વ્યાપક ગેરરીતિઓને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓએ આ પેપર લીક કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. આ દરમિયાન ‘ભાજપ હાય હાય’ અને ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’ જેવા નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

Join Our WhatsApp Group

પોલીસ કાફલો તહેનાત, મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત

આ જાહેર વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એસીપી (ACP) અને ડીસીપી (DCP) કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાને વિખેરવા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે કડક વલણ અપનાવીને અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જેમાં ખાસ કરીને કેટલીક મહિલા પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને તેઓને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

લો ગાર્ડનમાં ચુસ્ત બંદોબસ્ત, સાંજે એમ.જે. લાયબ્રેરી બહાર પ્રદર્શનનું આયોજન

હાલમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે તે માટે સમગ્ર લો ગાર્ડન અને હેપ્પી સ્ટ્રીટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી તરફ, આ વિરોધની જ્વાળા હજુ શાંત થઈ નથી. આજ રોજ સાંજે ૬ વાગ્યે શહેરની જાણીતી એમ. જે. લાયબ્રેરી (M. J. Library) ની બહાર પણ દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે દેખાવકારોના આગેવાનો દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર મંજૂરી માટે લેખિત અરજી કરવામાં આવી છે. જોકે, પોલીસ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ મંજૂરી કે સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી, આથી સાંજના સમયે પણ ઘર્ષણ સર્જાવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

આ પણ વાંચો – ૧૦ સેકન્ડમાં આખી ફેક્ટરી હવામાં ઊડી ગઈ : ગણેશોત્સવ માટે બોમ્બ બનાવતા સર્જાયેલી દુર્ઘટનામાં સંચાલક સહિત ૩ ની ધરપકડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ૧૦ સેકન્ડમાં આખી ફેક્ટરી હવામાં ઊડી ગઈ : ગણેશોત્સવ માટે બોમ્બ બનાવતા સર્જાયેલી દુર્ઘટનામાં સંચાલક સહિત ૩ ની ધરપકડ
Next: NEET પેપર લીક સામે ‘Gen Z’ નો આક્રોશ: દિલ્હીમાં સંસદ કૂચ રોકવા પોલીસના ધમપછાડા, પથ્થર ભરેલા ટ્રક અને CCTV બંધ થતાં CJPનો ગંભીર આક્ષેપ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.