Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત

ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત

gujaratex@gmail.com July 21, 2026
BABA (79)

ત્રિપુરાના DGP અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ મામલે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને IPS અધિકારી અનુરાગ ધનખડ સોમવારે 20 જુલાઈએ અગરતલામાં પોલીસ હેડક્વાર્ટર (PHQ) સ્થિત તેમની ઓફિસમાં મૃત મળી આવ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આત્મહત્યાનો મામલો હોઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ, ધનખડ PHQ માં તેમના ઓફિસ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક અગરતલાની ગોવિંદ વલ્લભ પંત (GBP) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

જીબી પંત હોસ્પિટલના સિનિયર ડોક્ટર પ્રદીપ ભૌમિકે જણાવ્યું કે, “જ્યારે તેમને બપોરે લગભગ 12:00 વાગ્યે અહીં લાવવામાં આવ્યા ત્યારે અમારા ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. અમને તેમની નાડી (પલ્સ), બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પેરામીટરના સંકેત મળ્યા ન હતા. તાત્કાલિક ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરવામાં આવ્યું. અમારા નિષ્ણાતોની ટીમે લગભગ 48 મિનિટ સુધી CPR આપ્યું. અમારા તમામ પ્રયાસો છતાં અમે તેમને બચાવી શક્યા નહીં અને બપોરે 12:48 વાગ્યે અમે સત્તાવાર રીતે તેમને મૃત જાહેર કર્યા.”

મોતના કારણ અંગે પૂછવામાં આવતા મેડિકલ ઓફિસરે કહ્યું કે, “જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા ત્યારે તેમના શરીરમાં જીવિત હોવાના કોઈ સંકેત ન હતા. તેથી અમારા માટે કંઈપણ જાણવું શક્ય નહોતું. આ ‘હોસ્પિટલમાં બ્રોટ ડેડ’ (મૃત લાવવામાં આવ્યા) નો મામલો છે. અમે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.”

Join Our WhatsApp Group

આ પણ વાંચો – NEET પેપર લીક સામે ‘Gen Z’ નો આક્રોશ: દિલ્હીમાં સંસદ કૂચ રોકવા પોલીસના ધમપછાડા, પથ્થર ભરેલા ટ્રક અને CCTV બંધ થતાં CJPનો ગંભીર આક્ષેપ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: NEET પેપર લીક સામે ‘Gen Z’ નો આક્રોશ: દિલ્હીમાં સંસદ કૂચ રોકવા પોલીસના ધમપછાડા, પથ્થર ભરેલા ટ્રક અને CCTV બંધ થતાં CJPનો ગંભીર આક્ષેપ
Next: ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયો હવાલો મળ્યો

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.