Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • નર્મદાના સેલંબાના યુવાન-યુવતી યુદ્ધની સ્થિતિમાં દુબઈમાં ફસાયા હતા, જિલ્લા પ્રમુખ નીલ રાવે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો અને યુવાન હેમખેમ પરત ફર્યો

નર્મદાના સેલંબાના યુવાન-યુવતી યુદ્ધની સ્થિતિમાં દુબઈમાં ફસાયા હતા, જિલ્લા પ્રમુખ નીલ રાવે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો અને યુવાન હેમખેમ પરત ફર્યો

gujaratex@gmail.com March 6, 2026
1

વિશાલ મિસ્ત્રી રાજપીપળા : હાલમાં ઈરાન અને ઇઝરાઇલ વચ્ચેના યુદ્ધમાં દુબઇ, યુ.એ.ઈ સહિતના અન્ય ખાડી દેશો પર પણ ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.આ દેશોમાં નોકરી ધંધા અર્થે ગયેલા ઘણા ગુજરાતીઓ પણ ફસાયા હોવાની માહિતીઓ બહાર આવી છે.ત્યારે નર્મદા જિલ્લાના સેલંબાના યુવાન-યુવતી દુબઈમાં ફસાયા હોવાની માહિતી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને મળતા એમણે આ બાબતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો અને યુવાન હેમખેમ પરત ફરતા યુવાનના પરિવારે રાહતના શ્વાસ લીધા હતા.

3 માર્ચના રોજ નર્મદા જિલ્લાના સેલંબા ગામના પવનભાઈ અગ્રવાલે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનો સંપર્ક કરી જણાવ્યું કે પરિવારના નિધિ અગ્રવાલ તથા પાર્થ અગ્રવાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં મુશ્કેલીમાં ફસાયા છે.આ માહિતી મળતાં જ નીલ રાવ દ્વારા સંબંધિત તંત્ર સાથે સંકલન કરીને તેમની સુરક્ષિત વાપસી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી.નીલ રાવે તુરંત ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે માહિતગાર કયા.

જે બાદ હર્ષ સંઘવી દ્વારા આ સમગ્ર પ્રક્રિયામાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને માહિતગાર કરાયા હતા.અંતે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને સહકારથી નિધિ અગ્રવાલ તથા પાર્થ અગ્રવાલ સેલંબા ખાતે હેમખેમ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ બાબતે નીલ રાવે જણાવ્યું હતું કે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહકારથી આ કાર્ય ઝડપથી શક્ય બન્યું છે.ગુજરાતીઓની સલામતીની વાત હોય તો હર્ષ સંઘવી તાત્કાલિક મદદ માટે ખડેપગે હાજર હોય છે તે આજે ફરી એક વખત સાબિત થયું છે.

Join Our WhatsApp Group

આ પણ વાંચો – ટ્રમ્પે ઈરાનને ‘નિઃશર્ત સમર્પણ’ની માંગ કરી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પે ઈરાનને ‘નિઃશર્ત સમર્પણ’ની માંગ કરી
Next: યુપીએસસીમાં ગુજરાતના 34 ઉમેદવારો સફળ : CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.