Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નું મોટું કૌભાંડ : સ્થળ પર દુકાન નથી, છતાંય પંચાયતોમાં ધૂમ મચાવતા ‘ટેક્સ ઈનવોઈસ’!

‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નું મોટું કૌભાંડ : સ્થળ પર દુકાન નથી, છતાંય પંચાયતોમાં ધૂમ મચાવતા ‘ટેક્સ ઈનવોઈસ’!

gujaratex@gmail.com August 21, 2026
BABA - 2026-08-21T150243.384
  • પંચાયતોમાં સરપંચ-તલાટીની મિલીભગત? ૩ વર્ષથી રિટર્ન ન ભરનાર બોગસ પેઢીના બીલો પાસ થતાં GST કમિશનરને ફરિયાદ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સરકારી કામોમાં મોટો ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરી આચરવામાં આવી રહી હોવાનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. પાલનપુર અને આસપાસની ગ્રામ પંચાયતોમાં કાગળ પર ચાલતી બોગસ પેઢીઓ ઊભી કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. આ અંગે પાલનપુર GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને સજ્જડ પુરાવાઓ સાથે એક લેખિત અરજી કરવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર કૌભાંડ? પેઢી માત્ર કાગળ પર જ!

માલણ ગામના જાગૃત નાગરિક અને અરજદાર ઈર્શાદખાન દૌલતખાન પરમારે ગત ૨૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ GST વિભાગ (જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર) ને એક ગંભીર અરજી આપી છે. આ અરજી મુજબ, પાલનપુરના સંજય ચોક સ્થિત ગોપાલ પ્લાઝામાં ચોથા માળે દુકાન નં. ૧૧ માં ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ (GST No. 24AWNPP5176H1Z3) નામની પેઢી દર્શાવવામાં આવી છે. પરંતુ વાસ્તવિક તપાસમાં સામે આવ્યું છે કે, સ્થળ પર આ પેઢીના નામનું કોઈ જ બોર્ડ કે પુરાવો અસ્તિત્વમાં નથી! આ પેઢી માત્ર કાગળ પર જ ધમધમી રહી છે.

Join Our WhatsApp Group

કોમ્પોઝીશન સ્કીમમાં હોવા છતાં ‘ટેક્સ ઇનવોઇસ’ નો ખેલ

સૌથી ચોંકાવનારી અને કાયદાના ઉલ્લંઘનની બાબત એ છે કે, ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ પેઢી કોમ્પોઝીશન સ્કીમમાં નોંધાયેલી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેણે કોઈ જ GST રિટર્ન પણ ભર્યા નથી. આમ છતાં, આ બોગસ પેઢી દ્વારા ગેરકાયદેસર રીતે ‘ટેક્સ ઈનવોઈસ’ (Tax Invoice) જનરેટ કરીને પાલનપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરકારી કામોના નામે પધરાવવામાં આવી રહ્યા છે અને મોટી ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ગંભીર વલણ : હવે ઇંગ્લિશ પણ ‘લઠ્ઠો’! ગુજ. પ્રોહિ. 2011ની વ્યાખ્યાનો પ્રથમ વખત ઉપયોગ!

ઘાણધા ગ્રામ પંચાયતમાંથી ફૂટ્યો ભાંડો, સરપંચ-તલાટી શંકાના ઘેરામાં

અરજદારે જ્યારે પાલનપુર તાલુકાની ઘાણધા (Ghanadha) ગ્રામ પંચાયતમાંથી સત્તાવાર રીતે માહિતી માંગી ત્યારે આ કૌભાંડના મૂળિયાં બહાર આવ્યા. પંચાયતના રેકોર્ડમાંથી ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ ના ૧ થી ૧૨ પેજના બોગસ બીલો મળી આવ્યા છે, જે અરજી સાથે બિડાણ પણ કરાયા છે. કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના આવા બોગસ બીલો પંચાયતમાં પાસ કેવી રીતે થઈ ગયા? તે દર્શાવે છે કે બોગસ બિલિંગના આ ગોરખધંધામાં સ્થાનિક સરપંચ અને તલાટીની પણ સીધી કે આડકતરી મિલીભગત હોવાની પૂરેપૂરી શક્યતા છે.

કડક કાર્યવાહીની ઉગ્ર માંગ

અરજદારે GST વિભાગ સમક્ષ માંગ કરી છે કે આ બોગસ પેઢીના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવે. સાથે જ આ બોગસ પેઢીના માલિક, બોગસ બીલો આપનાર-લેનાર, તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો આ મામલે તટસ્થ તપાસ થશે, તો પાલનપુર તાલુકાની અન્ય પંચાયતોના પણ મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.

કાર્યવાહી કે આંખ આડા કાન

હવે જોવાનું તે રહ્યું કે, પાલનપુર GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર કડક કાર્યવાહી કરીને સરકારી તિજોરી ઉપર નાંખવામાં આવી રહેલા ડાકાને રોકે છે કે પછી આંખ આડા કાન કરે છે. સરકારને કેવી રીતે ચૂનો લગાવવામાં આવી રહ્યો છે અને આ ચૂનો લગાવનાર કોણ છે, તે તમામ માહિતી સાથે વિસ્તારપૂર્વકનો આગામી અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે.

આ પણ વાંચો – ગુજરાતમાં કાગળ પર દારૂબંધી : ૩ વર્ષમાં જનતાએ ૪૮ હજાર ફરિયાદો કરી, છતાં પોલીસ તંત્રના આંખ આડા કાન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં કાગળ પર દારૂબંધી : ૩ વર્ષમાં જનતાએ ૪૮ હજાર ફરિયાદો કરી, છતાં પોલીસ તંત્રના આંખ આડા કાન
Next: પંચાયતોથી લઈને ઉદ્યોગો સુધી ટેક્સ ચોરી : ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ ના પર્દાફાશ વચ્ચે સ્ટેટ GST નું મોટું ઓપરેશન, ૭૯.૪૫ કરોડની કરચોરી પકડાઈ

Related News

BABA - 2026-08-22T172129.968

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T114143.061

મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T091051.297

ગુજરાત પોલીસ ભરતી : આવતીકાલે PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા, ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકગ્નિશનથી રખાશે નજર

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.