Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-27T114337.875

નવી દિલ્હી : નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારતે પડોશી દેશોની સાથે ભારતની ચિંતા પણ વધારી દીધી છે. નેપાળની નદીઓમાં આવેલા પૂરના કારણે ભારતની સરહદ પર ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં સંકટ ઘેરાયું છે અને નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગંડક નદીના જળસ્તરમાં સતત વધઘટ

પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મીકિનગર ગંડક બેરાજ ખાતે શરૂઆતમાં પાણીનો પ્રવાહ ઘટીને ૮૧,૦૦૦ ક્યુસેક પર આવી જતાં બિહાર અને યુપીના વિસ્તારોને ક્ષણિક રાહત મળી હતી. નેપાળની ત્રિશૂલી નદીનું પાણી નારાયણી નદી દ્વારા આગળ વધતાં ગંડક નદી પરનું દબાણ ઘટ્યું હતું. જોકે, નેપાળના દેવઘાટ ક્ષેત્રમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ગંડક નદીના જળસ્તરમાં ફરી એકવાર ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેથી તંત્ર સતત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Join Our WhatsApp Group

ગૃહ મંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી

સીમાવર્તી રાજ્યોમાં પૂરના ખતરાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે જે વિસ્તારોમાં પૂરની અસર થવાની ભીતિ છે, ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર, રાહત-બચાવ ટીમો અને એનડીઆરએફ (NDRF) ને ‘હાઈ એલર્ટ’ પર રાખવામાં આવે.

બિહાર અને UP ના જિલ્લાઓમાં તકેદારી અને જવાનો તૈનાત

નેપાળથી નીકળતી ગંડક નદીના કારણે બિહારના ૮ જિલ્લાઓ – પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. સંભવિત ખતરાને પહોંચી વળવા ગોપાલગંજ, મુઝફ્ફરપુર અને બેતિયામાં એનડીઆરએફ અને એસએસબી (SSB) ની બટાલીયનો તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગર અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં નદી કિનારાના નીચલા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને ગંડક તથા રોહિણ નદીઓના જળસ્તરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ફસાયેલા નાગરિકો માટે ૧૦૭૦ હેલ્પલાઇન જાહેર

નેપાળમાં અચાનક સર્જાયેલી આ કુદરતી આફતમાં ફસાયેલા ભારતીયો, ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાગરિકોની મદદ માટે યુપી સરકારે હેલ્પલાઇન નંબર ૧૦૭૦ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશ રાહત આયુક્ત કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, જો કોઈ નાગરિક નેપાળમાં ફસાયો હોય કે તેને સહાયતાની જરૂર હોય, તો તેના પરિવારજનો તાત્કાલિક આ નંબર પર સંપર્ક કરી શકે છે. સરકારે નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારતીય દૂતાવાસ સ્તરે પણ સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચો – પ્રજાના પૈસાની લૂંટ: વડોદરામાં રસ્તાના ૩ મોટા પ્રોજેક્ટમાં માત્ર ૩ જ કોન્ટ્રાક્ટર, ‘રિંગ’ બનાવીને મનફાવતા ભાવ મંજૂર કરાવ્યાનો આક્ષેપ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પ્રજાના પૈસાની લૂંટ: વડોદરામાં રસ્તાના ૩ મોટા પ્રોજેક્ટમાં માત્ર ૩ જ કોન્ટ્રાક્ટર, ‘રિંગ’ બનાવીને મનફાવતા ભાવ મંજૂર કરાવ્યાનો આક્ષેપ
Next: AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
BABA (84)

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, CJI સૂર્યકાંતે કહ્યું- ‘અમારો સમય ન બગાડો’

gujaratex@gmail.com July 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.