Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!

AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-27T115801.197

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વર્ષોથી મિલકતવેરો (પ્રોપર્ટી ટેક્સ) ન ભરીને કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડતા બાકીદારો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ હવે કડક કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કુલ રૂ. ૮૩.૨૯ લાખથી વધુનો ટેક્સ બાકી રાખનાર પાંચ મોટા મિલકતધારકો સામે સીધી જ હરાજીની (Auction) કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ટેક્સ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માત્ર ૧ રૂપિયાના ટોકનથી મિલકતો AMC હસ્તક!

ઉત્તર-પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અગાઉ વારંવાર નોટિસ અને છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં, પાંચ મિલકતધારકોએ ટેક્સની રકમ જમા ન કરાવતા અંતે હરાજીની મંજૂરી લેવામાં આવી હતી. આ પાંચમાંથી બે મિલકતોના માલિકોએ ટેક્સ ભરવા અંગે કોઈ જ પ્રત્યુત્તર કે કાર્યવાહી ન કરતા, તંત્રએ આકરૂં વલણ અપનાવીને તેમની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. આશ્ચર્યજનક રીતે, આ બંને મિલકતોને માત્ર રૂ. ૧ ના ટોકનથી AMC એ પોતાના હસ્તક (જપ્ત) કરી લીધી છે.

Join Our WhatsApp Group

હરાજીથી બચવા માલિકોએ કમિશનરના નામના કોરા ચેક આપ્યા

બીજી તરફ, હરાજી શરૂ થતાં જ બાકીની ત્રણ મિલકતોના માલિકો દોડતા થઈ ગયા હતા. તેમણે તંત્ર સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા કે તેમની મિલકતો લાંબા સમયથી બંધ અને બિનઉપયોગી હાલતમાં છે. આ ત્રણેય મિલકતધારકોએ બાકી ટેક્સની ફેર-આકારણી બાદ જે પણ રકમ ભરવાની થશે, તે સંપૂર્ણ ચૂકવવાની લેખિત બાંહેધરી આપી હતી. હરાજીથી પોતાની મિલકત બચાવવા માટે આ માલિકોએ સીધા જ AMC કમિશનરના નામના ‘કોરા ચેક’ રજૂ કર્યા હતા. તેમની આ રજૂઆત અને બાંહેધરીને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ હાલ પૂરતી આ ત્રણ મિલકતોની હરાજી મોકૂફ રાખી છે.

કયા વિસ્તારમાં કોનો કેટલો ટેક્સ બાકી છે?

કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આ મોટા બાકીદારોની વિગતો નીચે મુજબ છે

મેમનગર (R3 મોલ): બીજા માળે આવેલા શોપ નં. ૧ થી ૧૧ નો સૌથી વધુ રૂ. ૩૮,૮૦,૫૮૦ નો ટેક્સ બાકી.

થલતેજ (માઇલસ્ટોન બિલ્ડીંગ): ડ્રાઇવ-ઇન સિનેમા રોડ પર આવેલી ઓફિસ નં. ૧૦૦૧ નો રૂ. ૧૩,૯૪,૭૪૯ અને અન્ય ત્રણ ઓફિસોનો રૂ. ૧૦,૬૪,૪૬૪ ટેક્સ બાકી.

સુવિધાનગર કો. ઓ. હા. સો.: ઓફિસ નં. ૯૦૧ અને ૯૦૨ પર રૂ. ૧૩,૩૫,૬૦૧ નો ટેક્સ બાકી.

થલતેજ (જે. બી. ટાવર): ઓફિસ નં. ૭૦૯ નો અંદાજિત રૂ. ૬,૫૪,૫૪૫ નો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે.

સાતેય ઝોનમાં મેગા ઓપરેશનની તૈયારી

ઉત્તર-પશ્ચિમ ઝોનની આ કાર્યવાહી માત્ર એક ટ્રેલર છે. AMC ના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં અમદાવાદના સાતેય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે આ જ પ્રકારનું મેગા ઓપરેશન હાથ ધરાશે. જે મિલકતધારકો ટેક્સ નહીં ભરે તેમની મિલકતો સીધી ટાંચમાં લેવાશે, જપ્તી કરાશે અને જરૂર પડશે તો હરાજી કરીને કોર્પોરેશન પોતાની બાકી રકમ વસૂલ કરશે.

આ પણ વાંચો – નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી
Next: ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.