પ્યોંગયાંગ : કોરિયાએ આજે પોતાના નવા બનેલા ડિસ્ટ્રોયર (વિનાશક જહાજ) પરથી ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને આ પરીક્ષણનું સ્વયં નિરીક્ષણ કર્યું હતું અને તેમણે આ જહાજને “દુશ્મનો માટે ભયાનક હથિયાર” તરીકે ગણાવ્યું છે.
ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયા KCNAએ આજે જાહેરાત કરી કે આ પરીક્ષણ પૂર્વીય સમુદ્ર (જાપાન સમુદ્ર)માં કરવામાં આવ્યું હતું. મિસાઇલોએ તેમના નિર્ધારિત લક્ષ્યોને સચોટ રીતે હિટ કર્યા હતા. આ પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉને જહાજ પર હાજર રહીને વિવિધ તબક્કાઓનું અવલોકન કર્યું અને નૌકાદળના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા.
KCNAના અહેવાલ મુજબ, આ નવું ડિસ્ટ્રોયર ઉત્તર કોરિયાના નૌકાદળની “સૌથી મોટી અને અદ્યતન યુદ્ધ જહાજ” છે. તેમાં અત્યાધુનિક રડાર સિસ્ટમ, એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ અને લાંબા અંતરના ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા છે. કિમ જોંગ ઉને જણાવ્યું કે આ જહાજ “દુશ્મનોના નૌકાદળને નાશ કરવા માટેનું એક મહત્વનું હથિયાર” બની ગયું છે અને તેનાથી દેશની સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનશે.
આ પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયદો ચાલી રહ્યો છે, જેને ઉત્તર કોરિયા “યુદ્ધની તૈયારી” તરીકે જુએ છે. ઉત્તર કોરિયાએ આ કવાયદાને લઈને અનેક વખત ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો જરૂરી પડશે તો તે પણ “અનુરૂપ જવાબ” આપશે.
આ ઘટના પછી દક્ષિણ કોરિયા અને જાપાને તરત જ ચિંતા વ્યક્ત કરી છે. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું કે તેઓ આ પરીક્ષણની નજીકથી દેખરેખ કરી રહ્યા છે અને તેની વિગતોનું વિશ્લેષણ કરી રહ્યા છે. અમેરિકાએ પણ આને “ઉત્તર કોરિયાની પ્રોવોકેટિવ કાર્યવાહી” ગણાવી છે અને કહ્યું છે કે તે પ્રદેશની સુરક્ષા માટે ખતરો છે.
North Korea says it has conducted a strategic cruise missile test linked to a naval destroyer, part of efforts to strengthen its military capabilities as tensions continue on the Korean Peninsula.🚀🌏#NorthKorea #MissileTest #CruiseMissile #BreakingNews #KoreanPeninsula… pic.twitter.com/s0DFFCd0d8
— APT News (@APT__News) March 11, 2026
કિમ જોંગ ઉને આ પરીક્ષણ દરમિયાન કહ્યું કે દેશનું નૌકાદળ હવે “વિશ્વના કોઈ પણ દેશના નૌકાદળને ટક્કર આપવા માટે તૈયાર છે” અને આ નવા જહાજો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.આ ઘટના પછી કોરિયન પ્રાયદ્વીપમાં તણાવ વધુ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પર નજર રાખી રહ્યો છે.
આ પણ વાંચો – અમેરિકામાં ફરી ઉભી થઈ ટ્રમ્પ-એપ્સ્ટીનની ‘ટાઇટેનિક’ મૂર્તિ : “The King of the World”
