Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; અપના બજાર બિલ્ડિંગના વિભાગો કરાવ્યા ખાલી

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; અપના બજાર બિલ્ડિંગના વિભાગો કરાવ્યા ખાલી

gujaratex@gmail.com March 12, 2026
1

અમદાવાદ : મેટ્રોપોલિટન કોર્ટ સંકુલમાં અચાનક મળેલી ધમકીને કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. કોર્ટના અમુક વિભાગો ‘અપના બજાર’ બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી સાવચેતીના ભાગરૂપે તે વિભાગોને તરત જ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાથી આખા કોર્ટ કેમ્પસમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ઘટનાસ્થળે તરત જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તહેનાત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સંકુલમાં પહોંચી ગઈ છે. આ ટીમોએ તરત જ તપાસની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણે ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોર્ટના દરેક વિભાગ, ઓફિસો અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધમકીનો સ્ત્રોત શોધવા માટે સાયબર સેલ અને અન્ય સંબંધિત વિભાગોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રવેશદ્વારે સખત ચેકિંગ ચાલુ છે અને કોર્ટના કાર્યો અસ્થાયી રીતે અસરગ્રસ્ત થયા છે.

Join Our WhatsApp Group

આ ઘટના દરમિયાન કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને સામાન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી, પરંતુ સુરક્ષા દૃષ્ટિએ કોર્ટ સંકુલને સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને જલ્દી જ પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આવી ધમકીઓ કોર્ટના કાર્ય અને ન્યાય વ્યવસ્થાને અસર કરે છે તેવું માનવામાં આવે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપે અને સત્તાવાર માહિતીની રાહ જુએ.

અપડેટ: તપાસ હજુ ચાલુ છે. વધુ વિગતો મળતાં જ અહેવાલ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ વિભાગોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. જો કે, અત્યાર સુધીમાં તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ છે. પરંતુ ધમકી મળતા જ પોલીસને પોતાના માપદંડો અનુસાર તપાસ કરવી જ પડે છે. આવી ધમકીઓના કારણે વારંવાર પેનિક ક્રિએટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ઈરાનમાં સ્કૂલ પર હુમલા માટે અમેરિકા જવાબદાર હોઈ શકે છે : પૂર્વ સીઆઈએ ડિરેક્ટરનો દાવો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાનમાં સ્કૂલ પર હુમલા માટે અમેરિકા જવાબદાર હોઈ શકે છે : પૂર્વ સીઆઈએ ડિરેક્ટરનો દાવો
Next: ઈરાકમાં અમેરિકી તેલ ટેન્કર પર હુમલો : એક ભારતીયનું મોત, બાકીના 15 ક્રૂ મેમ્બર સુરક્ષિત – આકાશે આંબ્યા ભાવ

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.