Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ

પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ

gujaratex@gmail.com March 14, 2026
1

પાલિતાણા : પાલિતાણાની એડિશનલ સિવિલ જજ અને JMFC એ.વી. વર્માની કોર્ટે બે અલગ-અલગ ચેક બાઉન્સ કેસમાં આરોપીઓને સખત સજા ફટકારી છે. બંને કેસમાં આરોપીઓને 2 વર્ષની સાદી કેદ અને ફરિયાદીઓને વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા છે.

પહેલો કેસ – દુબઈ નોકરીના બહાને ₹3.50 લાખની ઠગાઈ

પાલિતાણાના રંડોળા ગામના (હાલ સુરતમાં રહેતા) લખમણભાઈ ભીખાભાઈ બાબરિયાના પુત્રને દુબઈમાં જહાજ પર નોકરી અપાવવાનું બહાનું કાઢીને દીપક જેન્તીભાઈ ચૌહાણ (રહે. ભાવનગર, લક્ષ્મણ બંગ્લોઝ, નવા રીંગ રોડ, એરપોર્ટ રોડ)એ ₹3,50,000 રોકડા લીધા હતા. નોકરી ન અપાવતા 10 ઑક્ટોબર 2022ના રોજ સાડા ત્રણ લાખનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો.

Join Our WhatsApp Group

લખમણભાઈએ વકીલ મારફત નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act)ની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી. કોર્ટે આરોપી દીપક જેન્તીલાલ ચૌહાણને કસુરવાર જાહેર કરીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 2 મહિનામાં ફરિયાદીને ₹2 લાખનું વળતર 6% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે.

બીજો કેસ – મિત્ર પાસેથી ₹8 લાખ હાથઉછીના લીધા

પાલિતાણાના મોટી રાજસ્થળી ગામના જીજ્ઞેશભાઈ કાળુભાઈ ચૌહાણ પાસેથી તેના મિત્ર પંકજ કેશાભાઈ પટેલ (રહે. મોટી ઈસરોલ, પટેલ ફળિયું, મોડાસા, અરવલ્લી)એ ₹8 લાખ હાથઉછીના લીધા હતા. પરત આપવા આપેલો ચેક બાઉન્સ થતા ફરિયાદ નોંધાવવામાં આવી. કોર્ટે આરોપી પંકજ પટેલને પણ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને 2 મહિનામાં ફરિયાદીને ₹3 લાખનું વળતર 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ બંને ચુકાદાઓથી ચેક બાઉન્સ અને ઠગાઈના કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે. કોર્ટે ફરિયાદીઓને વ્યાજ સાથે વળતર ચૂકવવાના હુકમ કરીને ન્યાય વ્યવસ્થાને મજબૂત કરી છે.

આ પણ વાંચો – મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં ભારતીય બજારોમાં આગ : ૧૪ દિવસમાં ₹૩૩.૬૮ લાખ કરોડનું ધોવાણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભાવનગર : મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી હત્યા કેસમાં બે ભાઈઓને આજીવન કેદની સજા
Next: ગૌમાતાને “રાજમાતા” બનાવવાનું બિલ વિધાનસભામાં રજૂ : કોંગ્રેસની પહેલ, ભાજપની પરીક્ષા

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.