Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ભાવનગર : મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી હત્યા કેસમાં બે ભાઈઓને આજીવન કેદની સજા

ભાવનગર : મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી હત્યા કેસમાં બે ભાઈઓને આજીવન કેદની સજા

gujaratex@gmail.com March 14, 2026
એઆઈ ફોટો

એઆઈ ફોટો

ભાવનગર : મહુવા માર્કેટ યાર્ડ પાસે ત્રણ વર્ષ પૂર્વે થયેલા એક ચકચારી હત્યા કેસમાં મહુવા કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને હત્યારા ભાઈઓને આજીવન કેદની સજા ફટકારી છે અને રોકડ દંડ પણ લગાવ્યો છે.

સાવરકુંડલાના વીજપડી ગામના હસની ચોકમાં રહેતા વારીસભાઈ યાસીનભાઈ ચાવડા અને તેમના મોટા ભાઈ મુનાફભાઈ ઉર્ફે પિન્ટુભાઈ ચાવડા સાથે પાડોશી અફજલ મુસાભાઈ પઠાણ વચ્ચે 28 એપ્રિલ 2023ના રોજ રોડ પર આઈસર (પાર્કિંગ) મુકવાના મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી.

આ દાઝને કારણે રાત્રે વારીસભાઈ, મુનાફભાઈ અને તેમના મામા રફિકભાઈ સમા સાથે ઘુઘાભાઈ પંચોળીની ડુંગળી ભરીને મહુવા યાર્ડ પાછળના ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અફજલ પઠાણ અને તેના ભાઈ નવાજ મુસાભાઈ પઠાણ (ઉર્ફે ગટી) એ આવીને ગાળો દઈને મુનાફભાઈ પર છરીના ઘા ઝીંક્યા અને તેમની હત્યા કરી દીધી. વારીસભાઈને પણ ધોકો મારીને ઈજા પહોંચાડી હતી.

Join Our WhatsApp Group

આ બનાવ અંગે વારીસભાઈ ચાવડાએ આપેલી ફરિયાદ પર મહુવા પોલીસે હત્યા, મારામારી અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.

કેસ મહુવાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો, જ્યાં બીજા એડિશનલ સેશન્સ જજ એ.એસ. પાટીલની અધ્યક્ષતાવાળી કોર્ટમાં સરકારી વકીલ કમલેશભાઈ એચ. કેસરીએ ધારદાર દલીલો અને પુરાવા રજૂ કર્યા. કોર્ટે બંને આરોપીઓ અફજલ મુસાભાઈ પઠાણ અને નવાજ ઉર્ફે ગટી મુસાભાઈ પઠાણને કસુરવાર જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઉપરાંત રોકડ દંડ પણ લગાવવામાં આવ્યો છે, જેની રકમ મૃતક મુનાફભાઈ ચાવડાના વારસદારોને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી મહુવા વિસ્તારના લોકોમાં રાહતની લાગણી છે, કારણ કે આ કેસમાં નાની બોલાચાલીથી હત્યા સુધીની ઘટના બની હતી અને ન્યાય મળવાથી કાયદાની વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો – મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં ભારતીય બજારોમાં આગ : ૧૪ દિવસમાં ₹૩૩.૬૮ લાખ કરોડનું ધોવાણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં ભારતીય બજારોમાં આગ : ૧૪ દિવસમાં ₹૩૩.૬૮ લાખ કરોડનું ધોવાણ
Next: પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.