Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
BABA (65)
  • ખાખીને દોડાવતો દારૂનો દૈત્ય: રાજ્યમાં રોજના સરેરાશ ૩૦૦ કોલ્સ દારૂના નશામાં મારામારીના, જાણો કયા શહેરમાં છે સૌથી ખરાબ સ્થિતિ

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ અહીં દારૂબંધીનો કાયદો અમલમાં છે. પરંતુ વાસ્તવિકતા અને પોલીસ ચોપડે નોંધાયેલા આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં ચોરી, લૂંટફાટ, મહિલાઓ-બાળકો સાથે મારામારી કે ભયાનક રોડ એક્સિડેન્ટ કરતાં પણ વધુ ‘દારૂનો દૈત્ય’ પોલીસને રાત-દિવસ દોડાવી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા પોલીસ ઈમરજન્સી ‘૧૧૨’ ના આંકડાઓ દર્શાવે છે કે દારૂ પીને છાકટા બનતા તત્વો રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર બની ગયા છે.

રોજના સરેરાશ ૩૦૦ કેસ માત્ર દારૂ પીને મારામારીના

પ્રાપ્ત માહિતી અનુસાર, ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીના ૧૦ મહિનાના સમયગાળામાં પોલીસ કંટ્રોલ રૂમ ‘૧૧૨’ માં મદદ માટે સૌથી વધુ કોલ્સ મારામારી અને જાહેરમાં તકરાર માટે આવ્યા છે. આ ગાળામાં સામાન્ય મારામારીના ૧.૫૨ લાખ અને જાહેરમાં તકરારના ૧.૩૫ લાખ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, દારૂ પીને થતી મારામારીના કેસ સમગ્ર યાદીમાં ત્રીજા સ્થાને છે. માત્ર ૧૦ મહિનામાં દારૂ પીને મારામારી કરવાના ૯૩,૭૪૬ કેસ નોંધાયા છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૦૦ જેટલી ઈમરજન્સી માત્ર દારૂડિયાઓની બબાલ શાંત પાડવા માટે ઊભી થાય છે. બીજી તરફ, આ જ સમયગાળામાં પ્રોહિબિશન (દારૂબંધીના ભંગ) ના ૧૯,૦૬૫ કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Group

દરરોજ સરેરાશ ૨,૭૪૧ ઈમરજન્સી કોલ્સ, અમદાવાદ સૌથી મોખરે

સપ્ટેમ્બરથી જૂન સુધીના આ ૧૦ મહિનામાં પોલીસ ઈમરજન્સીના કુલ ૮.૩૦ લાખ કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યભરમાંથી રોજના સરેરાશ ૨,૭૪૧ કોલ્સ પોલીસ સહાય માટે આવે છે. જો શહેરોની વાત કરીએ તો, ઈમરજન્સી કોલ્સ કરવામાં અમદાવાદ શહેર ૧.૯૧ લાખ કેસ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે (અમદાવાદમાં રોજના સરેરાશ ૬૦૩ કોલ્સ આવે છે). ત્યારબાદ ૧.૨૧ લાખ કેસ સાથે સુરત બીજા અને ૫૭,૨૭૯ કેસ સાથે વડોદરા શહેર ચોથા ક્રમે આવે છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકોને પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્સી, ફાયર બ્રિગેડ, મહિલા અને બાળ સુરક્ષા તેમજ અન્ય જીવલેણ પરિસ્થિતિમાં એક જ નંબર પરથી તાત્કાલિક મદદ મળી રહે તેવા શુભ આશયથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ‘૧૧૨’ (Dial 112) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

૧. કયા જિલ્લા/શહેરમાં પોલીસ ઈમરજન્સીના કેટલા કેસ?
જિલ્લો / શહેર કેસની સંખ્યા જિલ્લો / શહેર કેસની સંખ્યા
અમદાવાદ સિટી ૧,૯૧,૨૮૮ ભાવનગર ૧૯,૫૬૭
સુરત સિટી ૧,૨૧,૧૧૬ ભરૂચ ૧૭,૮૬૦
વડોદરા સિટી ૫૭,૨૭૯ વલસાડ ૧૭,૦૮૯
રાજકોટ સિટી ૪૦,૭૪૨ બનાસકાંઠા ૧૭,૦૮૦
અમદાવાદ ગ્રામ્ય ૨૪,૦૮૯ ખેડા ૧૬,૫૦૩
સુરત ગ્રામ્ય ૨૧,૧૧૭ દાહોદ ૧૫,૬૪૮
ગાંધીનગર ૨૦,૬૧૪ આણંદ ૧૫,૪૧૯
મહેસાણા ૨૦,૧૬૩

 

કઈ ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડી?
ઈમરજન્સીનો પ્રકાર કેસની સંખ્યા ઈમરજન્સીનો પ્રકાર કેસની સંખ્યા
મારામારી ૧,૫૨,૪૭૫ મહિલા-બાળકો મુશ્કેલીમાં ૨૧,૬૬૫
જાહેરમાં તકરાર ૧,૩૫,૪૩૪ ટ્રાફિકમાં સમસ્યા ૨૦,૬૩૯
દારૂ પીને મારામારી ૯૩,૭૪૬ દારૂબંધી (પ્રોહિબિશન) ૧૯,૦૬૫
રોડ એક્સિડેન્ટ ૭૦,૬૫૫ અપશબ્દો બોલવા ૧૮,૩૦૨
ધ્વનિ પ્રદૂષણ ૫૩,૫૪૪ ઘરેલુ હિંસા ૧૪,૩૭૩
મહિલા-બાળક સાથે મારામારી ૪૧,૦૮૩ ચોર પકડાયો ૧૦,૬૬૫
ચોરી ૨૯,૬૩૬ અજ્ઞાત વસ્તુ મળવી / આગ ૭,૫૭૨ / ૭,૫૬૬
છેડતી ૭,૩૮૦ વ્યક્તિ ગુમ થવી / મિલકત નુકસાન ૬,૫૩૩ / ૬,૫૩૩
જીવનું જોખમ ૨૨,૮૧૩ અન્ય (પેટા પ્રકાર સહિત) ૯૧,૫૯૪

 

આ પણ વાંચો – અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ
Next: ગુજરાતીઓના દિલ પડ્યા નબળા : છેલ્લા ૬ મહિનામાં ૫૩ હજારથી વધુ હાર્ટ એટેકના ઈમરજન્સી કેસ, દરરોજ ‘૧૦૮’ ને મળે છે ૨૯૪ કોલ્સ

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.