Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ચૂંટણી પંચની જાહેરાત : બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ જાહેર, ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર પેટા-ચૂંટણી

ચૂંટણી પંચની જાહેરાત : બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ જાહેર, ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર પેટા-ચૂંટણી

gujaratex@gmail.com March 15, 2026
1

નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમની આજે સત્તાવાર જાહેરાત કરી છે. આ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 824 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં અંદાજે 17.4 કરોડ મતદારો મતદાન કરશે. આ માટે 2.19 લાખથી વધુ મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે.

મતદાન અને પરિણામની તારીખો

આસામ, કેરળ, પુડુચેરી: એક જ તબક્કામાં 9 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ

Join Our WhatsApp Group

તમિલનાડુ: એક તબક્કામાં 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ

પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ

બેઠકોની વિગત

પશ્ચિમ બંગાળ – 294 બેઠકો
તમિલનાડુ – 234 બેઠકો
કેરળ – 140 બેઠકો
આસામ – 126 બેઠકો
પુડુચેરી – 30 બેઠકો

ગુજરાતમાં પેટા-ચૂંટણીની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર પેટા-ચૂંટણી 23 એપ્રિલે યોજાશે અને પરિણામ 4 મેના રોજ જાહેર થશે. આ પેટા-ચૂંટણી પણ ઉપરોક્ત તારીખો સાથે જ યોજાશે.

વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવાની તારીખો

પશ્ચિમ બંગાળ – 7 મે
તમિલનાડુ – 10 મે
આસામ – 20 મે
કેરળ – 23 મે
પુડુચેરી – 15 જૂન

ચૂંટણી પંચે સુરક્ષા, પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ ચૂંટણીઓમાં મોટા પાયે EVM-VVPATનો ઉપયોગ થશે અને વેબકાસ્ટિંગ સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો – અમદાવાદ : હેબતપુર (શીલજ) કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત, સેફ્ટી નેટ-બેલ્ટના અભાવે ગયો જીવ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ : હેબતપુર (શીલજ) કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત, સેફ્ટી નેટ-બેલ્ટના અભાવે ગયો જીવ
Next: Exclusive breaking : ગુજરાત પોલીસમાં મોટા પાયે હલચલ, અંદાજે 850 PIના જિલ્લા ફેરબદલના આદેશ ટૂંક સમયમાં

Related News

BABA - 2026-06-11T105744.919

મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-10T122904.064

કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

gujaratex@gmail.com June 10, 2026
BABA - 2026-06-10T115205.777

હેલ્થ ઇન્શ્યોરન્સ અને હોસ્પિટલો વધવા છતાં ભારત માટે શરમજનક સત્ય: સારવાર વિના મરનારાઓની સંખ્યા બમણી થઈ

gujaratex@gmail.com June 10, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.