Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ઉના દલિત અત્યાચાર કાંડ : કોર્ટે આપ્યો ચુકાદો; 5 આરોપીઓને 5 વર્ષની કેદ, 37 નિર્દોષ

ઉના દલિત અત્યાચાર કાંડ : કોર્ટે આપ્યો ચુકાદો; 5 આરોપીઓને 5 વર્ષની કેદ, 37 નિર્દોષ

gujaratex@gmail.com March 17, 2026
1

વેરાવળ : ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલા ઉના દલિત અત્યાચાર કાંડમાં આખરે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે પરંતુ તે ચુકાદો ઘણા માટે અપૂર્ણ લાગી રહ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17 માર્ચ) પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધા છે. આ ચુકાદો સાંભળતાં જ દલિત સમાજમાં આક્રોશ અને અસંતોષની લહેર ફરી વહેવા લાગી છે.

11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં જે ઘટના બની હતી, તે આજે પણ ગુજરાતના દલિત સમાજના મનમાં તાજી છે. ગાયનું ચામડું કાપવાના આરોપમાં દલિત સમાજના 7 યુવાનોને ગાડી સાથે બાંધીને લાકડીઓ અને પાઈપોથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. ગુજરાતમાં જ 74 હુલ્લડના બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

આ કેસમાં કુલ 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. લાંબી કાનૂની લડાઈ પછી આજે કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

Join Our WhatsApp Group

રમેશ જાદવ
રાકેશ જોશી
પ્રમોદ ગૌસ્વામી
નાગજી ડાયા
બળવંત ગૌસ્વામી

આ પાંચેયને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની વધારાની સજા સાથે 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતકોના પરિવારોને વળતર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

બાકીના 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આમાં 4 પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

આ ચુકાદો સાંભળીને દલિત સમાજમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે “આટલા મોટા અત્યાચાર પછી માત્ર 5ને સજા અને બાકીના 37ને છોડી મૂકવું એ ન્યાય નથી.” પરિવારજનો અને સામાજિક સંગઠનો હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો – 20 વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી નીતીશ કુમાર રાજ્યસભા પહોંચ્યા : એનડીએના તમામ ઉમેદવારો વિજયી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 20 વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી નીતીશ કુમાર રાજ્યસભા પહોંચ્યા : એનડીએના તમામ ઉમેદવારો વિજયી
Next: ટ્રમ્પે કહ્યું “અમે વિશ્વનું સૌથી તાકાતવર દેશ છીએ”, પરંતુ યુદ્ધ લાંબું ખેંચાય તો ટ્રમ્પને મોટું રાજકીય નુકસાન

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.