Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 18મા દિવસે શું થઈ રહ્યું છે?

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 18મા દિવસે શું થઈ રહ્યું છે?

gujaratex@gmail.com March 17, 2026
1

ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે તેહરાન પર હુમલામાં ઈરાનના સુરક્ષા વડા અલી લરિજાનીને મારી નાખ્યા છે. આ હુમલો ઈરાની શાસનના ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવવાની ઈઝરાયેલની નીતિનું પ્રતીક છે.

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેઈટની સુરક્ષા માટે પોતાના સાથી દેશોને ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યા છે. ઈરાને આ સ્ટ્રેઈટને અસરકારક રીતે બંધ કરી દીધું છે, જ્યારે અમેરિકા-ઈઝરાયેલે તેના પર સતત હુમલા કરી રહ્યુ છે. તો બીજી તરફ હુમલાઓનો જવાબ પણ મળી રહ્યો છે.

મુખ્ય હેડલાઈન્સ શું છે?

Join Our WhatsApp Group

ઈઝરાયેલે લરિજાનીને “ખતમ” કર્યા

ઈઝરાયેલે જાહેર કર્યું કે સોમવારે રાત્રે તેહરાન પર હુમલામાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લરિજાનીનું મોત થયું છે. ઈરાને હજુ સુધી આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી. લરિજાની તાજેતરના મહિનાઓમાં ઈરાનના સૌથી પ્રમુખ ચહેરાઓમાંના એક બન્યા હતા અને જાન્યુઆરીમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનોને દબાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે કહ્યું કે ઈઝરાયેલી સેના “ઈરાની નેતૃત્વનો શિકાર કરવાનું ચાલુ રાખશે,” જે અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધના ઉદ્દેશ્યોમાં તફાવત દર્શાવે છે.

બસીજ નેતાનું મોત: લરિજાનીના મોતની જાહેરાત થયા બાદ જ ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે તેમણે ઈરાનના બસીજ પેરામિલિટરી દળના વડા ગોલામરેઝા સોલેમાનીને પણ મારી નાખ્યા છે. બસીજ શાસનના સુરક્ષા દળ તરીકે કામ કરે છે અને તાજેતરના વિરોધ પ્રદર્શનોને દબાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈઝરાયેલે કહ્યું કે તેમનું મોત શાસનની સુરક્ષા વ્યવસ્થાને “મોટો ફટકો” છે.

બગદાદ પર હુમલો : મંગળવારે વહેલી સવારે બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને એક હોટેલ પર ડ્રોન હુમલા થયા હતા. વીડિયોમાં દૂતાવાસ નજીક હવાઈ રક્ષણ વ્યવસ્થા દ્વારા પ્રોજેક્ટાઈલને નિષ્ક્રિય કરતા દેખાય છે. ઈરાકના સશસ્ત્ર દળોના કમાન્ડર-ઈન-ચીફના પ્રવક્તાએ જણાવ્યું કે દક્ષિણ ઈરાકમાં મજનૂન તેલ ક્ષેત્ર પર પણ હુમલો થયો છે.

UAE પર હુમલા : સંયુક્ત અરબ અમીરાતે તેનું એરસ્પેસ અસ્થાયી રીતે બંધ કરી દીધું હતું, કારણ કે ફુજૈરાહ તેલ ક્ષેત્ર અને શાહ ગેસ ક્ષેત્રમાં ડ્રોન હુમલા બાદ બે અલગ-અલગ આગ લાગી હતી. ફુજૈરાહ બંદર નજીક એક ટેન્કર પર સોમવારે રાત્રે “અજાણ્યા પ્રોજેક્ટાઈલ”થી હુમલો થયો હતો. યુદ્ધ શરૂ થયા પછી અરબી ખાડી, હોર્મુઝ સ્ટ્રેઈટ અને ઓમાનના ખાડીમાં આવી ઘટનાઓની સંખ્યા 21 પહોંચી ગઈ છે (યુકેની મેરીટાઈમ એજન્સી અનુસાર). મંગળવારે અબુ ધાબીમાં એક મિસાઈલને અટકાવતા તેના અવશેષો પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.

અમેરિકી સૈનિકો : મેરીટાઈમ ટ્રેકિંગ ડેટા મુજબ હજારો મરીન અને સૈનિકો લઈને જતું એક અમેરિકી નૌકાદળનું જહાજ મલાક્કા સ્ટ્રેઈટ પાસે પહોંચી રહ્યું છે અને તે મધ્ય પૂર્વ તરફ જઈ રહ્યું છે. અધિકારીઓએ CNNને જણાવ્યું કે આ યુનિટને મધ્ય પૂર્વમાં મોકલવામાં આવી રહી છે, પરંતુ તે ક્યાં અને કયા હેતુથી તૈનાત થશે તે જણાવ્યું નથી.

કૂટનીતિમાં શું ચાલી રહ્યું છે?

કૂટનીતિ અટવાઈ: ઈરાની અધિકારીઓએ ટ્રમ્પના મધ્ય પૂર્વ રાજદૂત સાથે સંપર્ક કરીને ફરી કૂટનીતિક માર્ગ ખોલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ટ્રમ્પે હવે વાતચીત ન કરવાનું કહ્યું છે (બે વરિષ્ઠ વ્હાઈટ હાઉસ અધિકારીઓએ CNNને જણાવ્યું હતુ). કારણ એ છે કે ટ્રમ્પની સરકારને ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખમેનેઈ પર પૂર્ણ વિશ્વાસ નથી કે તેઓ “ખરેખર નિયંત્રણમાં છે.” ઈરાનના વિદેશ મંત્રીએ તાજેતરમાં અમેરિકી રાજદૂત સાથે કોઈ સંપર્ક ન હોવાનું નકાર્યું છે.

“નાટોનું યુદ્ધ નથી”: યુરોપીયન યુનિયનના વિદેશ મંત્રીઓએ હોર્મુઝ સ્ટ્રેઈટ આસપાસની નૌકાદળી કામગીરી વધારવાનો ઈનકાર કર્યો છે, જ્યારે ટ્રમ્પે સાથી દેશોને આ માર્ગ ફરી ખોલવામાં મદદ ન કરવા બદલ ટીકા કરી છે. તેમણે કહ્યું કે તેઓ “જલ્દી જ” એવા દેશોની યાદી જાહેર કરશે જેમણે મદદ કરવાનું સ્વીકાર્યું છે, પરંતુ ઘણા દેશોએ તેમની અપીલ નકારી છે. જર્મન ચાન્સેલરના પ્રવક્તાએ કહ્યું: “આ નાટોનું યુદ્ધ નથી.”

ધીરજ ખતમ થઈ રહી છે: અમેરિકી, યુરોપીયન અને એશિયન રાજદ્વારીઓ ટ્રમ્પ સરકારની પરંપરાગત કૂટનીતિક માર્ગોનો ઉપયોગ ન કરવાની નીતિથી વધુ નારાજ થઈ રહ્યા છે. એક યુરોપીયન રાજદ્વારીએ કહ્યું: “જો અમેરિકા તરફથી વધુ કૂટનીતિક સંલગ્નતા હોત તો વધુ સારું પરિણામ મળી શક્યું હોત.”

જમીન પર શું ચાલી રહ્યું છે?

સતત હુમલા: ઈઝરાયેલ, ઈરાન અને હિઝબુલ્લાહ વચ્ચે સોમવારે પણ હુમલા-પ્રતિહુમલા ચાલુ રહ્યા. ઉત્તર ઈઝરાયેલમાં હિઝબુલ્લાહે રોકેટ અને ડ્રોનનો ભારે હુમલો કર્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ઈઝરાયેલે તેહરાન પર હુમલાની શરૂઆત કરી છે, જ્યારે ઈરાની રેડ ક્રિસન્ટે મંગળવારે વહેલી સવારે જણાવ્યું કે બચાવ કાર્યકર્તાઓ તેહરાનમાં મકાનના માટી નીચે ફસાયેલા વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈઝરાયેલી હવાઈ હુમલાઓએ બેઈરુતના દક્ષિણી ઉપનગરોને પણ નિશાન બનાવ્યા છે, જે હિઝબુલ્લાહનો મજબૂત ગઢ છે.

લેબનોન પર ચિંતા: કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી અને બ્રિટનના નેતાઓએ લેબનોનમાં વધતી હિંસા અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી છે. ઈઝરાયેલે ત્યાં “મર્યાદિત” જમીન કાર્યવાહી વધારવાની જાહેરાત કરી છે. આ પાંચેય સરકારોએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલનું આ આક્રમણ “ટાળવું જોઈએ.” લેબનોનના અધિકારીઓ અનુસાર યુદ્ધ શરૂ થયા પછી 10 લાખથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે અને ઓછામાં ઓછા 850 લોકોના મોત થયા છે.

આમ યુદ્ધના 18મા દિવસે પણ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે.

આ પણ વાંચો – ટ્રમ્પે કહ્યું “અમે વિશ્વનું સૌથી તાકાતવર દેશ છીએ”, પરંતુ યુદ્ધ લાંબું ખેંચાય તો ટ્રમ્પને મોટું રાજકીય નુકસાન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પે કહ્યું “અમે વિશ્વનું સૌથી તાકાતવર દેશ છીએ”, પરંતુ યુદ્ધ લાંબું ખેંચાય તો ટ્રમ્પને મોટું રાજકીય નુકસાન
Next: કેબિનેટમાં સ્થાન માત્ર તેમને જ મળશે જેઓ મહત્તમ બેઠકો જીતાડશે : સ્ટાલિનનું સ્પષ્ટ નિવેદન

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.