Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ક્રાઈમ બ્રાન્ચની ઇન્ટેન્સિવ ડ્રાઇવ : CEIRથી 200થી વધુ મોબાઇલ રિકવર, હાઈ-એન્ડ ગેંગ ઝડપાઇ

ક્રાઈમ બ્રાન્ચની ઇન્ટેન્સિવ ડ્રાઇવ : CEIRથી 200થી વધુ મોબાઇલ રિકવર, હાઈ-એન્ડ ગેંગ ઝડપાઇ

gujaratex@gmail.com March 17, 2026
1

અમદાવાદ: શહેરમાં વધતી મોબાઇલ ચોરીની ઘટનાઓને કાબૂમાં લેવા માટે ચલાવવામાં આવેલા એક સપ્તાહના ઇન્ટેન્સિવ ડ્રાઇવ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કામગીરીમાં CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી 200થી વધુ ચોરી થયેલા મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન પોલીસે એક સંગઠિત ગેંગનો પણ પર્દાફાશ કર્યો છે, જે ખાસ કરીને મોંઘા અને હાઈ-એન્ડ સ્માર્ટફોનને નિશાન બનાવતો હતો. ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ મામલે ક્રાઈમ DCP અજીત રાજિયાનએ જણાવ્યું હતું કે, “આ ડ્રાઇવમાં ક્રાઈમ બ્રાન્ચની ત્રણ સભ્યોની ટીમ કાર્યરત હતી. હોમ મિનિસ્ટ્રીના CEIR પોર્ટલના ડેટાના આધારે આ તમામ મોબાઇલ ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટર-સ્ટેટ મોબાઇલની પણ સફળતાપૂર્વક બરામદગી કરવામાં આવી છે.”

Join Our WhatsApp Group

તેમણે વધુમાં ઉમેર્યું કે, મોબાઇલ સાથે સંકળાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ તેમની વિગતવાર માહિતી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

આ દરમિયાન આવતીકાલે એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટેલિકોમ વિભાગના અધિકારીઓ CEIR પોર્ટલના નવા ફીચર્સ અંગે પ્રેઝન્ટેશન આપશે. આ સત્રમાં અધિકારીઓને સમજાવવામાં આવશે કે ચોરી કે ગુમ થયેલા મોબાઇલને કેવી રીતે ટ્રેક અને બ્લોક કરી શકાય અને રિકવરી પ્રક્રિયાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અધિકારીઓને આ સત્રમાં જોડાવા આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાખોરી પર વધુ અસરકારક નિયંત્રણ લાવી શકાય.

આ પણ વાંચો – ભારતને સીધું સંબોધતા વિદેશી દેશો : રાજદ્વારી શિસ્ત સામે ઊભો થતો ખતરનાક ટ્રેન્ડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભારતને સીધું સંબોધતા વિદેશી દેશો : રાજદ્વારી શિસ્ત સામે ઊભો થતો ખતરનાક ટ્રેન્ડ
Next: ઈન્દોરમાં ભયાનક હોનારત : EV ચાર્જિંગ પોઈન્ટના વિસ્ફોટથી ભીષણ આગ, 7 લોકોના મોત

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.