Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈન્દોરમાં ભયાનક હોનારત : EV ચાર્જિંગ પોઈન્ટના વિસ્ફોટથી ભીષણ આગ, 7 લોકોના મોત

ઈન્દોરમાં ભયાનક હોનારત : EV ચાર્જિંગ પોઈન્ટના વિસ્ફોટથી ભીષણ આગ, 7 લોકોના મોત

gujaratex@gmail.com March 18, 2026
1

ઈન્દોર : મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંકીય બહુમાળી મકાનમાં એવી ભયાનક આગ ફાટી નીકળી કે મિનિટોમાં આખું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક થયેલા વિસ્ફોટથી શરૂ થયેલી આ આગે ઝડપથી ફેલાઈને 7 નિર્દોષ જીવો છીનવી લીધા છે. આ હોનારતમાં ગેસ સિલિન્ડરોના ફાટવાથી આગ વિકરાળ બની ગઈ હતી, જેણે લોકોને બહાર નીકળવાની તક જ નહોતી આપી.

આગ કેવી રીતે લાગી?

પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલાએ જણાવ્યું કે મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ભભૂકી ઊઠી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ. પરિસ્થિતિ ત્યારે વધુ ભયાનક બની જ્યારે મકાનની અંદર રાખેલા 10થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લોકો અંદર જ ફસાઈ ગયા.

Join Our WhatsApp Group

આ મકાન મનોજ પુગાલિયા નામના વ્યક્તિનું છે, જેઓ પોલિમરનો વ્યવસાય કરે છે. મકાનમાં જ્વલનશીલ કેમિકલ્સ અને પોલિમરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ. આસપાસના લોકોએ પોલીસ-ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 7 લોકો અંદર જ ફસાઈ ગયા અને તેમના જીવ ગયા હતા.

#UDPATE | As per Delhi Police six people have died in the fire incident. https://t.co/M5sIbrg1hy

— ANI (@ANI) March 18, 2026

બચાવ કામગીરી અને વર્તમાન સ્થિતિ

ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, “આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બે માળ ક્લિયર થઈ ગયા છે અને ત્રીજા માળની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.” ફાયર ફાઈટરો અને NDRFની ટીમો હજુ કાટમાળમાં તપાસ કરી રહી છે કે કોઈ ફસાયેલું છે કે નહીં. શાંત રહેણાંક વિસ્તાર અત્યારે ચીખ અને આક્રંદથી ગુંજી રહ્યો છે.

આ પણ વાંચો – ક્રાઈમ બ્રાન્ચની ઇન્ટેન્સિવ ડ્રાઇવ : CEIRથી 200થી વધુ મોબાઇલ રિકવર, હાઈ-એન્ડ ગેંગ ઝડપાઇ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ક્રાઈમ બ્રાન્ચની ઇન્ટેન્સિવ ડ્રાઇવ : CEIRથી 200થી વધુ મોબાઇલ રિકવર, હાઈ-એન્ડ ગેંગ ઝડપાઇ
Next: દિલ્હીમાં કરુણાંતિકા : પાલમના મકાનમાં આગ લાગતા 6 લોકો જીવતા ભૂંજાયા

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.