Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ક્રૂડ 112 ડોલરે પહોંચ્યું : ઈરાન-કતાર હુમલાથી વૈશ્વિક બજારોમાં સુનામી, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યું

ક્રૂડ 112 ડોલરે પહોંચ્યું : ઈરાન-કતાર હુમલાથી વૈશ્વિક બજારોમાં સુનામી, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યું

gujaratex@gmail.com March 19, 2026
1

મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર થયેલા મિસાઈલ હુમલાઓને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1,900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે અચાનક બ્રેક લાગી ગઈ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોના શેર માર્કેટમાં કડાકા જોવા મળ્યા છે.

જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1,500 પોઈન્ટથી વધુનો ઘટાડો
હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો
દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં 1.50%થી વધુનો ઘટાડો

Join Our WhatsApp Group

આ 10 શેરોમાં સૌથી વધુ ધોવાણ

બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%) અને Bajaj Finance (2.80%)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2%થી વધુ તૂટ્યા છે.

બજારની સ્થિતિ હજુ અસ્થિર છે. મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધે તો તેલની કિંમતો અને શેરબજાર પર વધુ અસર પડી શકે છે.

આ પણ વાંચો – IranWar : ગેસ ફિલ્ડ પર હુમલા પછી કતારના મોટા પેટ્રોલિયમ પ્લાન્ટ પર ઈરાનનો જવાબી હુમલો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: IranWar : ગેસ ફિલ્ડ પર હુમલા પછી કતારના મોટા પેટ્રોલિયમ પ્લાન્ટ પર ઈરાનનો જવાબી હુમલો
Next: 1900 કરોડના કૌભાંડમાં ગજેરા બંધુઓને મોટો ઝટકો: હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.