Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • આપદામાં અવસર! રાજકોટમાં ગેરકાયદે રિફિલિંગ કરતા ગોડાઉન સીલ, 600 સિલિન્ડર જપ્ત

આપદામાં અવસર! રાજકોટમાં ગેરકાયદે રિફિલિંગ કરતા ગોડાઉન સીલ, 600 સિલિન્ડર જપ્ત

gujaratex@gmail.com March 23, 2026
1

રાજકોટમાં LPG સિલિન્ડરની તીવ્ર અછત વચ્ચે કાળાબજારી રોકવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે સાંઈપ્રેમ ગેસ એજન્સીના ગોડાઉન પર દરોડો પાડ્યો અને ગેરકાયદેસર ગેસ રિફિલિંગના આરોપમાં ગોડાઉનને સીલ કરી દીધું છે. ગોડાઉનમાંથી લગભગ 600 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે સાંઈપ્રેમ ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરનું રિફિલિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG ટીમે એકાએક ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલાઓની રિફિલિંગ કરવામાં આવી રહી હતી. આ સાથે જ સિલિન્ડરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ગોડાઉનને સીલ કરી દીધું અને 600થી વધુ બાટલા જપ્ત કર્યા. આ કાર્યવાહીમાં 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાં એજન્સીના સંચાલકો અને કર્મચારીઓ સામેલ છે.

પોલીસે આ મામલે Essential Commodities Act હેઠળ ગુનો નોંધ્યો છે. ગોડાઉન સીલ કર્યા બાદ પુરવઠા વિભાગ (સિવિલ સપ્લાય)ને જાણ કરવામાં આવી છે, જે આગળની તપાસ ચલાવી રહ્યું છે. પુરવઠા વિભાગ આરોપીઓ પર કાળાબજારી, હોર્ડિંગ અને અનધિકૃત રિફિલિંગના આરોપોમાં કાર્યવાહી કરશે.

Join Our WhatsApp Group

અઝરાયેલ-ઈરાન યુદ્ધના કાણે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યભરમાં LPG સિલિન્ડરની તીવ્ર અછત જોવા મળી છે. લોકો ઓનલાઈન બુકિંગ કરવા છતાં બાટલા મળતા નથી, અને કાળા બજારમાં બમણા-ત્રણગણા ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ અછતનું કારણ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ગેસ સપ્લાયમાં 40-50% કાપ છે, જેનાથી ઔદ્યોગિક અને ઘરેલુ વપરાશ પર અસર પડી છે. ત્યારે કેટલીક એજન્સીઓ ગેરકાયદેસર રિફિલિંગ અને હોર્ડિંગ કરીને કાળાબજારી કરી રહી છે.

રાજકોટમાં આ પહેલી ઘટના નથી. તાજેતરમાં પારડી, લોધિકા અને શાપર વિસ્તારમાં પણ ગેસ કાળાબજારીના કેસમાં 87 સિલિન્ડર સાથે 2 આરોપીઓ પકડાયા હતા. કલેક્ટર ડો. ઓમ પ્રકાશે પણ આ મુદ્દે એક્શન લીધું છે અને એજન્સીઓને કડક સૂચનાઓ આપી છે.

ઉલ્લેખનિય છે કે, ગેરકાયદે રિફિલિંગથી સિલિન્ડરમાં લીકેજ, વિસ્ફોટ અને અગ્નિકાંડનો ખતરો વધે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પોલીસ અને પુરવઠા વિભાગે આવા કેસમાં કડક કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા અને ન્યાયી વિતરણ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે. નાગરિકોએ પણ આવા કાળાબજારીના કેસની જાણ કરવી જોઈએ.

આ પણ વાંચો – સુરત : ડીંડોલીમાં નાની બોલાચાલીમાં હત્યા; મિત્રે મિત્રને ચપ્પુ મારી ઉતાર્યો મોતને ઘાટ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુરત : ડીંડોલીમાં નાની બોલાચાલીમાં હત્યા; મિત્રે મિત્રને ચપ્પુ મારી ઉતાર્યો મોતને ઘાટ
Next: ઈરાનની મિસાઈલોએ ઈઝરાયેલની સુરક્ષાને કેવી રીતે આપ્યો ચકમો?

Related News

1

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-05-30T131811.608

ખાખીમાં ધબકતું માનવતાનું હૃદય: જામીનમુક્ત નિરાધાર મહિલા અને નવજાત શિશુને ગુજરાત પોલીસે છેક મધ્યપ્રદેશ પહોંચાડ્યા

gujaratex@gmail.com May 30, 2026
BABA (98)

ખેતરમાં તારની વાડ બનાવવા હવે મળશે વધુ સહાય: પ્રતિ મીટરનો દર રૂ. 200થી વધારી રૂ. 300 કરાયો

gujaratex@gmail.com May 27, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.