Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડોદરામાં 28.47 કરોડની મોટી છેતરપિંડી કેસ : વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ CEO ડૉ. સંતોષ ગઢવીની અમદાવાદમાંથી ધરપકડ

વડોદરામાં 28.47 કરોડની મોટી છેતરપિંડી કેસ : વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ CEO ડૉ. સંતોષ ગઢવીની અમદાવાદમાંથી ધરપકડ

gujaratex@gmail.com March 1, 2026
content_image_b334a905-8616-4e36-936f-f92e0dcc5b0c

વડોદરા (01 માર્ચ 2026) : વડોદરાના જેતલપુર રોડ પર આવેલી વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા. લિ. અને તેની હેઠળની હોસ્પિટલોમાં મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિ અને છેતરપિંડીના મોટા કેસમાં કંપનીના પૂર્વ સીઇઓ ડૉ. સંતોષકુમાર હરિભાઈ ગઢવીને ડીસીબી (ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે. આ છેતરપિંડીથી કંપનીને જીએસટી સહિત કુલ 28.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કંપનીના ફાઇનાન્સ હેડ મોહસીનખાન રહીમખાન પઠાણે (ઉંમર 42) વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા. લિ. વડોદરા (જેતલપુર રોડ) ઉપરાંત નડિયાદ, દહેજ અને ભરૂચમાં હોસ્પિટલો ચલાવે છે. કંપનીએ ડૉ. સંતોષ ગઢવીને જાન્યુઆરી 2022માં સીઇઓ તરીકે નિમણૂક કરી હતી અને તેમને અલગ-અલગ ત્રણ કરાર આધારિત મેડિકલ સાધનો, એસેટ્સની ખરીદી તથા હોસ્પિટલના વહીવટી કાર્યોની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી.

1 એપ્રિલ 2022થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન ઓડિટ દરમિયાન ખુલાસો થયો કે ડૉ. ગઢવીએ મેડિકલ સાધનોની ખરીદીમાં ભારે ગેરરીતિ આચરી છે. તેમણે બોગસ બિલો તૈયાર કરાવ્યા, નકલી એકાઉન્ટ્સ ખોલાવ્યા અને કંપનીની રકમો ટ્રાન્સફર કરી દીધી. આ ઉપરાંત, તેમણે જૂના અને નીચી ગુણવત્તાવાળા સાધનો ખરીદીને કંપનીને મોટું નુકસાન પહોંચાડ્યું અને પોતાના ખિસ્સામાં પૈસા ભર્યા હોવાનું આરોપ છે.

Join Our WhatsApp Group

આરોપીએ ગુનો નોંધાયા પછી આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ ગઈ. ડીસીબી પી.આઈ. આર.જી. જાડેજાની ટીમને ગુપ્ત માહિતી મળી કે આરોપી અમદાવાદના એસ.જી. હાઇવે પાસે સંસ્કાર એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે અને નાસતો ફરે છે. તેના આધારે પોલીસ ટીમ અમદાવાદ પહોંચી અને તેને ધરપકડ કરી લીધો.

આરોપી ડૉ. સંતોષ ગઢવીના મૂળ રહેઠાણ બોરસદ (ચતુરપાર્ક સોસાયટી-4, કોરેગાંવ પાર્ક, પૂણે) અને અન્ય સ્થળો પણ નોંધાયા છે. પોલીસે તેને વડોદરા લાવીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રના નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં ભયાનક ધમાકો : 17ના મોત, 18 ઘાયલ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મહારાષ્ટ્રના નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં ભયાનક ધમાકો : 17ના મોત, 18 ઘાયલ
Next: પાકિસ્તાનના કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટ પર હિંસક પ્રદર્શન : ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈના મોત પછી 9ના મોત, અનેક ઘાયલ

Related News

1

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-05-30T131811.608

ખાખીમાં ધબકતું માનવતાનું હૃદય: જામીનમુક્ત નિરાધાર મહિલા અને નવજાત શિશુને ગુજરાત પોલીસે છેક મધ્યપ્રદેશ પહોંચાડ્યા

gujaratex@gmail.com May 30, 2026
BABA (98)

ખેતરમાં તારની વાડ બનાવવા હવે મળશે વધુ સહાય: પ્રતિ મીટરનો દર રૂ. 200થી વધારી રૂ. 300 કરાયો

gujaratex@gmail.com May 27, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.