Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલની ટિકિટોનું કાળાબજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલની ટિકિટોનું કાળાબજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

gujaratex@gmail.com March 7, 2026
1

અમદાવાદ : 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ICC Men’s T20 World Cup 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ (ભારત વિ. ન્યુઝીલેન્ડ)ની ટિકિટોનું કાળાબજાર કરતા બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીએ ફરી એક વાર ક્રિકેટના મોટા મેચમાં ટિકિટોની કાળાબજારી અને તેના વિરુદ્ધ પોલીસની સતર્કતા દર્શાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાઈનલ મેચની ટિકિટોની ઉંચા ભાવે કાળાબજારી થતી હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉસ્માનપુરા, ગુજરાત વિદ્યાપીઠ એસ.ટી. પીક બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે આરોપીઓને કોર્ડન કરી તેમની અંગેઝડતી લેતા તેમની પાસેથી ફાઈનલ મેચની કુલ 8 ટિકિટો મળી આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ અગાઉથી ઓનલાઈન ટિકિટો બુક કરાવી હતી અને મેચના આગલા દિવસે તેને નિયત કિંમત કરતા ત્રણ ગણા એટલે કે રૂ. 10,000માં ગેરકાયદેસર રીતે વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તમામ ટિકિટો કબજે કરી લીધી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our WhatsApp Group

આરોપીઓની ઓળખ

વિપીન રાજેન્દ્રસિંગ ભાટી (રહે. જોધપુર, રાજસ્થાન)
રીતીક રાકેશ યાદવ (રહે. વર્સોવા, મુંબઈ; મૂળ મધ્યપ્રદેશ)

ક્રાઈમ બ્રાન્ચે આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તેજ કરી છે. આ કાર્યવાહીથી ફાઈનલ મેચના દિવસે ટિકિટોની કાળાબજારીને અટકાવવામાં મદદ મળી છે અને ખરા ક્રિકેટ પ્રેમીઓને ન્યાય મળ્યો છે.આવા મોટા આંતરરાષ્ટ્રીય મેચમાં ટિકિટોની કાળાબજારી અટકાવવા પોલીસ અને સાયબર સેલની ટીમો સતત સતર્ક છે. જો તમને કોઈ કાળાબજારી અંગે માહિતી મળે તો તરત જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અથવા સ્થાનિક પોલીસને જાણ કરો.

આ પણ વાંચો – મૌન ચીસ સાંભળો : દબાણમાં તૂટી રહેલી કિશોર પેઢી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મૌન ચીસ સાંભળો : દબાણમાં તૂટી રહેલી કિશોર પેઢી
Next: તેલનું યુદ્ધ, દેશની રાજદ્વારી અને ભારતની નવી ઊર્જા વ્યૂહરચના

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.