Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: મુશળધાર વરસાદથી પશ્ચિમ વિસ્તાર બેહાલ; સરખેજમાં ઘૂંટણસમા પાણી વચ્ચે એક્શનમાં દેખાઈ પોલીસ

અમદાવાદ: મુશળધાર વરસાદથી પશ્ચિમ વિસ્તાર બેહાલ; સરખેજમાં ઘૂંટણસમા પાણી વચ્ચે એક્શનમાં દેખાઈ પોલીસ

gujaratex@gmail.com July 23, 2026
BABA (86)

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો, ખાસ કરીને સરખેજ, બોપલ, મકરબા અને જોધપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ૧૦ ઈંચ સુધી વરસાદ ખાબકવાને કારણે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે જળબંબાકારની સ્થિતિને લીધે શહેરના સાત મુખ્ય અંડરપાસ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ સાબરમતી નદીની જળસપાટી નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવા પડ્યા છે.

શહેરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો પૈકીના એક એવા સરખેજમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સરખેજ ગામ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એલ. એલ. ચાવડા તેમની ટીમ સાથે સીધા ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. તેમણે પોતે ઘૂંટણસમા પાણીમાં પગપાળા ચાલીને અસરગ્રસ્ત સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચીને લોકોની સાળ-સંભાળ લીધી હતી તેમજ પાણીમાં ફસાયેલા લોકોની મુશ્કેલીઓ જાણીને રાહત કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

બીજી તરફ, મુશળધાર વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. એસ.જી. હાઈવે પર આવેલા વ્યસ્ત વાયએમસીએ (YMCA) ક્લબ કટ પાસે પણ પાણી ભરાઈ જવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન સરખેજ પોલીસની ટીમ ધોધમાર વરસાદમાં પલળીને પણ વાહનવ્યવહાર પૂર્વવત કરાવવામાં જોતરાયેલી રહી હતી. પોલીસ કર્મચારીઓએ પોતે પાણી વચ્ચે ઊભા રહીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, જેથી રસ્તા પર અટવાયેલા વાહનચાલકોને રાહત મળી શકે.

Join Our WhatsApp Group

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ‘કોકરોચ’ માત્ર આંદોલન નથી, દેશના યુવાનોના તૂટતા વિશ્વાસનો વિસ્ફોટ છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ‘કોકરોચ’ માત્ર આંદોલન નથી, દેશના યુવાનોના તૂટતા વિશ્વાસનો વિસ્ફોટ છે
Next: 100થી વધુ IAS અધિકારીઓની બદલી બાદ વહીવટી વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.